આદર્શ રાષ્ટ્ર ચરિત્ર- એનું ઘડતર
આજે જાપાન દુનિયામાં આદર્શ રાષ્ટ્ર મનાય છે. ત્યાંની પ્રજા આખી દુનિયામાં એમની શિસ્તબંધતા માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત તે વિશ્વમાં સ્વચ્છતામાં અગ્રગણ્ય છે. ગુનાઓનું પ્રમાણ પણ બધા દેશો કરતા એકદમ ઓછું છે. જાપાન એક આદર્શ રાષ્ટ્ર તરીકે કેવી રીતે ઉપસ્યું છે એ જાણવું ઘણું અગત્યનું છે.
જાપાનની શિક્ષણ પદ્ધતિ એ જાપાનનું ઉચ્ચ ચરિત્રનું નિર્માણ કર્યું છે. જાપાનના બાળકોને નાનપણથીજ આદર્શ જીવનના પાઠ ભણાવવામાં આવેછે. બાળકો રસ્તાઓ ઓળંગીને એને પ્રણામ કરેછે કારણકે સારા રસ્તાઓજ એમના જીવનને શાળામાં જવામાટે સરળ બનાવે છે. તેમને નિર્જીવ મશીનને પણ સારીરીતે વાપરવાની તાલીમ આપવામાં આવે છે. બીજાઓ સાથે નમ્રતા પૂર્વક વાત કરવાની બાળકોને તાલીમ આપવામાં આવે છે.
બાળકોના માબાપ કદી બાળકોને મુકવા જતા નથી .દરેક બાળક પોતાની રીતે જ શાળામાં પહોંચે છે.શાળામાં પણ બાળકો પોતાનું ખાવાનું પોતે જ લઇ લે છે. ખાધા પછી પોતાના વાસણો પોતેજ ધોઈ નાખે છે. આમ નાનપણથી એમને આત્મનિર્ભરતાના પાઠો શીખવવામાં આવે છે.
શાળામાં સાફસૂફી બાળકો જ કરે છે અને બાથરૂમો સુધા બાળકો જ સાફ કરેછે . એથી શાળાઓને બાથરૂમની સાફસૂફી મારે કોઈ માણસો રાખવા પડતા નથી.આથી બાળકોને સ્વચ્છતાના પાઠ નાનપણથીજ શીખવવામાં આવે છે.
બાળકો તેમના માબાપને પણ મદદરૂપ બનતા હોય છે. આવતાજતા તેઓ ઘરને માટે જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરતા હોય છે. નાંના બાળકોને રિસાયકલિંગના મશીનો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ ઘરના રિસાયકલિંગ કરવાની વસ્તુઓ મશીનો દ્વારા જાતે કરી શકતા હોય છે. આમ બાળકોને નાનપણથી જ સારા નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.
મૂળમાં તો આબધી તાલીમો ભાવિ નાગરિકોમાં ઉત્તમ ચરિત્ર ઘડવામાં મદદ રૂપ બને છે. આથી જાપાનમાં શિસ્ત , અને ઉંચ્ચ વર્તણુંકનું વાતાવરણ છે. ટ્રેન માં ચડતી કે ઉતરતીવખતે ધક્કામુક્કી થતી નથી. લોકો એક પછી એક ટ્રેનમાં ચડે છે. અને ઉતારનારાઓને પહેલા ઉતારી જવા દે છે. જયારે ઘણા દેશોમાં આવું શિસ્ત જોવા મળતું નથી. જાપાની નાગરિકોમાં બીજાની કદર કરવાની લાગણીઓ હોય છે. રમતો પુરી થયા પછી સ્ટેડિયમને લોકો જ સાફ કરી નાખે છે.
એક્સલેટેર પર પણ શિસ્તપૂર્વક લાઈનમાં ઉભા રહે છે અને લાઈન ક્રોસ કરવાને કદી પ્રયત્ન કરતા નથી. ટૂંકા નાનપણથીજ આદર્શ નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે. એથી જ જાપાન આજે દુનિયામાં સ્વચ્છ , શિસ્તબંધ, અને ઊંચ ચરિત્ર ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે.
********************