નિષ્ણાતો
ગમેતેવા ગુંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ નિષ્ણાતો દ્વારા લાવવામાં આવે છે . પરંતુ એમના અનુમાનો પણ ઘણી વખત ખોટા પુરવાર થાય છે એ બાબતમાં ટાટા ઉદ્યોગના વડા રતન ટાટા કહે છે કે ઘણી બાબતોમાં નિષ્ણાતો નિસ્ફળ નીવડ્યા છે.
બીજા વિશ્વ યુદ્ધને અંતે જાપાન પાયમાલ થઇ ગયું હતું અને નિષ્ણાતોનુ માનવું હતું કે જાપાનને હવે કોઈ ભવિષ્ય નથી પરંતુ ત્રણ દાયકામાં જાપાને અમેરિકાના માર્કેટને પણ મહાત કરી નાખ્યું.
એજ પ્રમાણે રાજકીય નિષ્ણાતો માનતા હતા કે અરબો ઈઝરાયેલને વિશ્વના નકશા પરથી નાબૂદ કરી નાખશે પરંતુ ઇઝરાયેલ હજુ અડગ ઉભું છે.
અમુક પક્ષીઓના સાઈઝને કારણે અને એરોડાયનેમિક્સના નિયમો પ્રમાણે ઉડી જ ન શકે એવું વિદ્વાન માને છે તે છતાં બૂમબલ નામનું પક્ષી ઉડી શકે છે કારણકે એમને એરોડાયનામિક્સ નિયમોની ખબરજ હોતી નથી.
ક્રિકેટ નિષ્ણાતોના મતે ભારત ૮૩ ના વર્લ્ડ કપમાં નઝરમાં જ ન હતું પણ ભારતે એ કપ મેળવ્યું હતું. જેનું જીવન સામાન્ય ન હતું એવી અરૂણિમા સિંહા પણ માઉન્ટ એવરેસ્ટ ચડી ગઈ હતી .
નિષ્ણાતોએ કોરોનાને કારણે આર્થિક પડતીની આગાહી કરી છે. પણ રતન ટાટા માને છે કે આપણે કોરોનાને પરાજય આપી ને આર્થિક રીતે સધ્ધર થઇ મહાનતાથી આગળ વધશું એમાં શંકા નથી .
*****************
No comments:
Post a Comment