Sunday, June 13, 2021

ઈરાન 

                                                    આજકાલ ઈરાન ચર્ચામાં છે. એકતો ઈરાનને અણુ બૉમ્બ  બનાવી ઇસ્લામી જગતમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે. બીજું  ઇસ્લામમાં સુન્ની અને શિયા જે બે પંથો છે. તેમાં ઈરાનમાં શિયાઓની બહુમતી છે. એટલે સુન્ની એવા સાઉદી અરેબિયા સાથે દુશ્મની  છે.   ત્રીજું  ઈરાનને  ઇઝરાયેલ સાથે  દુશ્મની છે, એથી એ ધરતી પરથી ઇઝરાયેલનું નામનિશાન કાઢીનાખવા માંગે છે. 



                                              અણુબોમ્બ બનાવવાની ઈરાનની  પ્રવૃત્તિએ પશ્ચિમ જગત સાથે દુશ્મનાવટ ઉભી કરી છે. એથી આજકાલ અમેરિકાએ ઈરાન પર કડક પાબંધીઓ લગાવી દીધી છે. આ કારણે ઇરાનનના અખાતમાં આજકાલ તંગદિલી પ્રવર્તે છે. 

ઈરાનમાં આજકાલ કટ્ટર મુસ્લિમ મુલ્લાઓનું રાજ છે. એથી આજકાલ ઈરાન વિશ્વમાં એકદમ વિવાદાસ્પદ દેશ બની રહ્ય્યો છે.આ બધા વિવાદોમાં ઈરાન પાસે તેલોના ભંડાર છે એ મહત્વની બાબત છે જે ઈરાનનું મહત્વ વધારી દે છે. 


                                                  ઇતિહાસિક દ્રષ્ટિઓ જોઈએતો ઈરાન એક વખત બહુજ  સમૃદ્ધ અને સંસ્કારી દેશ હતો.પરંતુ મઘ્ય એશિયામાંથી આવેલા મોંગોલ અને હુન્ન આક્રમણોએ  એમની સંસ્કૃતિ, સમૃદ્ધિ, અને વિશાળ પુસ્તોકોના ભંડારોનો નાશ કર્યો . ભારતમાં આવેલા આર્યો  ઈરાન દ્વારા જ આવ્યા હતા . એથી ઇરાનનનો અર્થ આર્ય ભૂમિ થાય છે. ઈરાનમાં જ  લોખંડની અને અગ્નિની શોધ થયેલી . નહેરો દ્વારા ખેતીની પદ્ધતિ પણ ઈરાનથી શરુ થયેલી . ઈંટો દ્વારા ઘર બાંધવાની  શરૂઆત  ઈરાનથી થયેલી . ફિરદોશીના 'શાહનામામાં ' એનો ઉલ્લેખ છે.

                                                     પ્રેમાળ , કોમળ , મધુર  અને દયાવાન પારસીઓ પણ ઈરાનથી ભારત આવ્યા હતા.  પારસીઓ ઇરાનના રાજાઓ જમશેદ અને હોસંગેના ફરજંદ છે . પારસી પ્રજા ભારતને મળેલી ઈરાનની  એક અનોખી ભેટ છે. પારસીઓની વસ્તી ભારતમાં એક લાખથી વધારે નહિ હોય પણ એમનું પ્રદાન ભારતના વિકાસમાં  અનોખું છે.એવો ભાગ્યે જ પારસી જોશોકે જે ભૂખે મરતો હશે.  પારસી પંચાયત, પારસી હાઉસિંગ કોલોનીઓ ,  પારસી સમાજની દેન છે . ભારતમાં સ્ટીલ, ટ્રાવેલ , હોટેલ અને  અન્ય ઉદ્યોગોમાં પણ પારસીઓ આગળ છે. આમ ઈરાન અને ભારતના સબંધો બહુજ પ્રાચીન અને ઊંડા છે.

                                            **************************

   

No comments:

Post a Comment