અફઘાનિસ્તાનની અવદશા
અફઘાનિસ્તાન સાથે ભારતના હજારો વર્ષોના સબંધ છે. મહાભારતની ગાંધારીનું અફઘાનિસ્તાન પિયર હતું અને દુશાશન ગાંધાર દેશનો રાજ કુમાર હતો . આજે પણ અફઘાનિસ્તાન એક પ્રાન્તનું નામ ગાંધાર છે. અફઘાનિસ્તાનમાં હિન્દૂ અને બુદ્ધ સંસ્કૃતિના અવશેષો છે. મધ્ય એશિયામાંથી મુસલમાન આક્રમણોએ અફઘાનિસ્તાનને મુસ્લિમ રંગોથી ભરી દીધો અને એ ભારતીયતાથી અલગ કરી દીધી . તે છતાં ત્યાંની મુસ્લિમ પ્રજા ઉમદા, બહાદુર, વફાદારીમાં અજોડ છે. રવીન્દ્રનાથની પેલી વાર્તા 'કાબુલીવાલા' એક ઉમદા પઠાણની કહાની છે, જે આજે પણ વંચાય છે.
અફઘાનિસ્તાન ડુંગરાળ પ્રદેશ છે એટલે એના પર કબજો કરવો મુશ્કેલ છે. કબજો જમાવાય તો પણ એના પર કબજો જમાવી રાખવો મુશ્કેલ છે. આમ પણ એની પ્રજા પણ લડાયક અને બહાદુર છે. પહેલા રશિયાએ એના પર કબજો જમાવ્યો હતો . એક લાખથી વધારે સૈન્ય એમણે ઉતાર્યું હતું . એ સામે પઠાણો સામે પડ્યા હતા. અમેરિકાને પણ રશિયાનો કબજો ખડકતો હતો. તાલિબાન નામનું ધાર્મિક પઠાણોનું એક સંઘઠન પાકિસ્તાનની મદદથી ઉભું કરી રશિયા સામે મોરચો ઉભો કરી દીધો. આમ પણ પાકિસ્તાન અફઘાનિસ્તાનનું સારું ભાઈબંધ રહ્યું નથી. તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં એવું યુદ્ધ આદર્યું કે રશિયા અફઘાનિસ્તાનના ડુંગરોમાં ખોવાઈ ગયું. રશિયા એ આખરે બિસ્તરા પોટલા બાંધીને અફઘાનિસ્તાનમાંથી નીકળી જવાની ફરજ પડી. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો અને ઇસ્લામિક રાજ્ય સ્થાપી દીધું .ઇસ્લામિક આંતકવાદીઓએ પણ અફઘાનિસ્તાનમાં આશરો મળવા લાગ્યો . એમાં ઉસ્માન બિન લાદેને પણ અફઘાનિસ્તાનમાં 'અલ કાયદા' નામની સંસ્થા દ્વારા ઇસ્લામિક આંતકવાદને પ્રોત્સાહન આપવા માંડ્યું . એમાંથી જ અમેરિકા પર હુમલો કરવાનું કાવતરાનો જન્મ થયો.
'વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ 'પરના આંતકવાદી હુમલાની યોજના અફઘાનિસ્તાન જ થઇ હતી અને એથી અમેરિકા તાલિબાનો પર હુમલો કર્યો અને અફઘાનિસ્તાનનો કબજો લીધો. એમાં અફઘાન પ્રજા અને એની સંપત્તિનો નાશ થયો . વિમાની હુમલાઓએ અફગાનિસ્તાનમાં તબાહી મચાવી દીધી. ત્યારથી અફઘાનિસ્તાનની દશા બેઠી છે. એક તરફ અમેરિકાએ અફઘાનિસ્તાનને લોકશાહી સરકાર આપી તો બીજી બાજુ તાલિબાનોએ ગોરીલા યુદ્ધ ચાલુ રાખ્યું . એ આંતરિક યુદ્ધમાં અફઘાનિસ્તાનની અવદશા થઇ ગઈ છે. પાકિસ્તાન હજુ પણ તાલિબાનોને મદદ કરી રહ્યું છે. હવે અમેરિકા પણ અફઘાનિસ્તાનમાં હાંફી ગયું છેઅને અફઘાનિસ્તાનમાંથી નીકળી જવા માટે તૈયારી કરી દીધી છે. તાલિબાનો સાથે અમેરિકા સાથે સંધિ કરી છે પણ તાલિબાનો એ સંધિને પાળશે કે નહિ એ મોટો પ્રશ્ન છે.
આજે પણ તાલિબાનો અફઘાનિસ્તાનના ૩/૪ વિસ્તાર પર કબજો ધરાવે છે. રાજધાની કાબુલ પણ સલામત નથી એવી વિપરીત પરિસ્થિતિ છે. એવા સંજોગોમાં ભારતે અફઘાનિસ્તાન માં મૈત્રી રૂપે રસ્તા , બંધ , સ્વાસ્થ , વગેરેમાં સારું એવું રોકાણ કર્યું છે. જે હવે જોખમમાં છે. અને હવે અફઘાનિસ્તાનની અવદશા બેઠી છે એમાંથી કેવી રીતે બહાર આવશે એ એક મોટી સમસ્યા છે.
અફઘાનિસ્તાનની ઉમદા પ્રજાને વગર વાંકે સહન કરી રહી છે.
*************************************