Friday, July 16, 2021

  


આર્યોની વૈદિક સંસ્કૃતિનું મૂળ

                                                                     ભારતની વૈદિક  સંસ્કૃતિ આર્યોને આભારી છે. પરંતુ એમના  વિષે ઘણા વિવાદો ચાલે છે. કેટલાકનું માનવુંછે કે આર્યો મધ્ય એશિયામાંથી ઉતરી ઉત્તરમાંથી ભારતમાં આવ્યા હતા તો કેટલાક એ માનવાતૈયાર નથી અને માને છેકે આર્યો મૂળ ભારતના જ હતા.

                                              ભારતમાં  શ્યામ રંગના આદિવાસી મૂળની કેટલીએ જાતિઓ છે. તેઉપરાંત જેમ દક્ષિણ ભારતમાં જાવ તેમ લોકોની ચામડીઓ શ્યામ થતી જાય છે. જયારે ઉત્તર ભારતમાં બહુજન  લોકોની ચામડી ધોળી હોય છે. એથી ભારતમાં બહારથી આવેલા કેટલાક  લોકોની શક્યતા વધી જાય છે. ઇતિહાસકારોએ પણ એ બાબતમાં સારું એવું સંધોધન કર્યું છે એ પરથી લાગે છેકે આર્યો વૈદિક સંસ્કૃતિ સાથે બહારથી ભારતમાં આવ્યા હોય એવી શક્યતા વધી છે.



                                             વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ ૫૦૦૦ થી ૧૦૦૦૦વર્ષ જૂનો છે.  રૂસમાં થયેલા સંધોધન પ્રમાણે  આર્કેટિક મહાસાગરની દક્ષિણે અને રશિયાની ઉત્તરે  ઉરલ પર્વતમાળા આવેલી છે. જેના ૨૦૭૨ મીટર ઉંચા શિખરનું  નામ ' માઉન્ટ નારદ નાયા ' તરીકે ઓળખાય છે. એટલેકે નારદ મુનિના નામથી નારદ શિખર તરીકે ઓળખવામાં આવેછે. ૧૯૧૭ની રશિયન ક્રાંતિ વખતે એનું સમર્થન કરવામાં આવ્યું હતું. નારદ મુનિ વીણા સાથે સારી દુનિયામાં ફરતા રહેતા એ વાત પણ બહુ પ્રચલિત છે.

                                          સ્ટીફન્સ કાનાકે કરેલા ૨૦૦૭ ના સંધોધન પ્રમાણે દસમી સદીની ભગવાન વિષ્ણુની  પ્રતિમા પણ રશિયામાં મળી આવી છે. એ જે વિસ્તારમાં મળી આવી છે એ વિસ્તાર 'સરાયા મેના' તરીકે ઓળખાયછે જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ છે.



                                               તે ઉપરાંત રશિયામાં જુનવાણી ચર્ચ  થતી વિધિઓ હિન્દૂ  મંદિરમાં થતી વિધિ જેવી જ હોય છે.રશિયામાં ભારતમાં ઉજવાતો હોળી જેવો જ  તહેવાર'મસ્લેનીત્સા' ઉજવાય છે.રશિયા અને ભારતની આંકડા ગણવાની પદ્ધતિમાં પણ સામ્યતા છે.

                                                  રશિયામાં' ગૂડબાય'  ને રશિયન  ભાષામાં  ' ડોસ વિદાયન્યા' કહે છે જેમાં વિદાય શબ્દ  સંસ્કૃતમાંથી આવેલો છે. રશિયાની નદીઓના નામો  વ્યાસ , કામા ,નારા,  મોક્ષા, શિવા વગેરે પણ સંસ્કૃત ભાષામાંથી જ આવ્યા હોય એવું જ લાગે છે. રશિયામાં શહેરના નામની પાછળ 'ગોરોડ' લગાડવામાં આવેછે તે ભારતના શહેરોને લગાડતા ગઢ શબ્દને મળતો આવે છે.

                                                  પુરાતન કાળમાં  વૈદિક સંસ્કૃતિ  ઉરલ પર્વત માળા અને વોલ્ગા નદીના પ્રદેશમાં વિક્સિત થઇ હતી એમ માનવામાં આવે છે . આથી ભારત રશિયાના સબંધો ૧૦૦૦૦ વર્ષો પુરાણા છે. ત્યાંથીજ આર્યો આખા જગતમાં ફેલાયા એટલેકે યુરોપ અને અન્ય જગાએ.  લેટિન ભાષાનું મૂળ પણ સંસ્કૃત છે એ પણ ઉપરની માન્યતાને નિશ્ચિત કરેછે. એ પણ સત્ય છેકે બધી યુરોપીઅન ભાષાઓનું મૂળ લેટિન ભાષામાં છે.  આથી જર્મન લોકો પણ માને છે કે ભારતને અને જર્મનીને  પુરાતન સાંસ્કૃતિક સબંધો છે. હિટલરે તો જર્મની  માટે ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક  પ્રતીક સ્વસ્તિકને  રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવ્યું હતું. 

                                                    આ બતાવે છે કે ભારતીય વૈદિક  સંસ્કુતિ દુનિયાની પુરાણી સંસ્કૃતિ છે. જેના મૂળિયા અને ડાળીઓ જગત ભરમાં પથરાયેલા છે.

                                    ************************************

 

                                                

      

No comments:

Post a Comment