બ્રેઈન
બ્રેઈન (મગજ ) એ શરીરનું અગત્યનું અંગ છે. એમાંથી ઉદ્ધભવતા રોગો માનવીને પાંગળા બનાવી દે છે. સ્ટ્રોક , અલ્ઝેમેઇર જેવા રોગો મગજમાંથી જ ઉત્ત્પન થાય છે માટે મગજને તંદુરસ્ત રાખવું આવશ્યક છે.
એના માટે મગજને અમુક કસરતોની જરૂરિયાત હોય છે. જલ્દી ચાલવાથી શરીરમાં લોહીમાં વધુ ઓક્સિજન મળે છે અને મગજને વધુને વધુ શુદ્ધ લોહી મળે છે. આથી યાદ શક્તિ વધે છે અને મગજને તંદુરસ્ત બનાવે છે.
જ્ઞાન ને માટે કોઈ પણ મર્યાદા નથી. જીવનમાં માણસ વધારેને વધારે જ્ઞાન મેળૅવતા રહેવું જોઈએ જેથી મગજ વધુ ત્રીવ અને તંદુરસ્ત રહે. જેટલું મગજનો વધારે ઉપયોગ કરો તેટલા શરીરના બીજા અંગો વધારે કાર્યક્ષમ બને છે. માનસિક રમતો , વાંચન , વગેરે મગજને વધારે તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે.એ દ્રષ્ટિએ લેખન પ્રવૃત્તિ પણ પણ એમાં ઉપયોગી થઇ શકે છે. મધુર સંગીત ઘણીવાર મગજને રાહત પહોંચાડે છે. ટૂંકમાં મગજને અને શરીરને સારું રાખવા માટે સકારત્મક પ્રવૃત્તિઓ જરૂરી છે.
માનવી એ સામાજિક પ્રાણી છે એટલે ઘાઢ સામાજિક સબંધો રાખવા પણ જરૂરીછે. સારા મિત્રો અને સામાજિક પ્રવૃત્તોમાં તરબોળ રહેવાથી પણ મગજ એકટીવ રહે છે. લોકો સાથે સંપર્કમાં રહેવાથી મગજ દ્વારા બીજા શરીરના અંગોને પણ શક્તિ મળે છે. એકલતા એ માનવીનો મોટો દુશ્મન છે. એ માણસના મગજમાં તણાવ, અરક્ષિતતાની ભાવના, અને ડિપ્રેશન લાવે છે જે મગજને નબળું બનાવે છે. એમાંથી કેટલીયે માંદગીઓ ઉત્પન્ન થાય છે અને માનવીને મૃત્યુ તરફ દોરી જાય છે.
કેટલીયે બીમારીઓ માનસિક હોય છે જે બીમાર મગજના સંકેત આપે છે. કેટલાએ દર્દો માનસિક હોય છે જેનું કોઈ નિવારણ નથી. આથી તંદુરસ્ત મગજ જ શરીરને સારું રાખે છે. તંદુરસ્ત મગજ જીવનમાં પ્રેમ, શક્તિ, સકારત્મકતા લાવે છે અને જીવનને આનંદમય બનાવે છે. એટલા માટે માનસિક તંદુરસ્તી જીવનમાં આવશ્યક છે.
***************************
No comments:
Post a Comment