હવાનું પ્રદુષણ - સર્જેલી વિશ્વની પાયમાલી
એ જાણીને આશ્ચર્ય થશેકે ભારત , પાકિસ્તાન અને ચીન આજે દુનિયામાં વધારેમાં વધારે પ્રદુર્શીત હવા લઇ રહયા છે . તે ઉપરાંત જગતના વધારે ૫૦ પ્રદુર્શીત શહેરો પણ એશિયામા જ આવેલા છે. દિલ્હીનું પ્રદુષણ વર્લ્ડ હેલ્થ સંસ્થાએ નક્કી કરેલા માપદંડ કરતા દસ ગણું વધારે છે. બાંગલાદેશમાં ૨૦% મોત માટે પ્રદુષણ જવાબદાર છે . પાકિસ્તાન અને મોંગલીયાની પણ એ બાબતમાં ગણી ખરાબ સ્થિતિ છે. પૂર્વ અને દક્ષિણ યુરોપ પણ એમના ઉદ્યોગોમાં, ખેતીમાં અને વાહન વ્યહવારમાં વપરાતા પેટ્રોલ, ડીઝલ અને કોલસાને કારણે પ્રદુષણની પરિસ્થિતિ વિફરી છે. અમેરિકામાં પશ્ચિમ કાંઠે ૨૦૨૦ જગલોની આગે પણ પ્રદુષણ એશિયા જેવા સ્તરે પહોંચાડી દીધું હતું. દિલ્હીમાં પણ આજુબાજુના પ્રદેશોમાં ખેતીના બાકી રહેલા વેસ્ટને બાળવામમાં આવે છે એ પણ દિલ્હીના પ્રદુષણમાં વધારો કરે છે. આફ્રિકામાં પણ જંગલોની આગો પ્રદુષણ વધારી મૂકે છે. ઘણીવાર જંગલોમાં વીજળી પડવાથી આગો ભડકે છે, અને એનો ધુમાડો પ્રદુષણ માં વધારો કરે છે
.
પ્રદુષણ માનવીના મગજથી માંડી , હાર્ટ , સ્વાસોસ્વાસ , કિડની , નર્વ સિસ્ટમ અને ડાયાબિટસ જેવા રોગોને પણ વધારી દે છે અને ઘણા માણસોના મૃત્યુ માટે કારણભૂત બને છે. ૨૦૧૯ માં ભારતમાં ૧૭ લાખ જેટલા માણસો પ્રદુષણને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચીનમાં ૧૮ લાખ માણસોનો પ્રદૂષણે ભોગ લીધો હતો. અમેરિકાએ પણ એ સમયમાં ૬૦૦૦૦ જેટલા લોકોને ગુમાવ્યા હતા. આથી પ્રદૂષણ કોઈ પણ રોગચાળાથી ઉતરતી વસ્તુ નથી.
એટલા માટે પ્રદૂષણથી બચવા લોક અને સત્તાધારીઓમાં જાગૃત્તિ લાવવાની જરૂર છે . પેટ્રોલ અને ડિઝલના બળતણને દૂર કરી થોડું ચાલીને કે પછી સાઇકલ જેવા વાહનોનો ઉપયોગ કરવાની આદત પાડવી જોઈએ . ઇલેકટ્રીક બેટરીથી ચાલતી મોટર કાર વાપરવી જોઈએ. શહેરોમાં લાકડા, કોલસા , પાંદડા , અને નકામી વસ્તુઓ બાળવાની બંધ કરવી જોઈએ. ફટાકડાઓનો ધુમાડો પણ પ્રદુષણ વધારે છે. વધારે પડતા વાહનો ચાલતા હોય એવા વિસ્તારોથી દૂર રહેવું આવશ્યક છે. તે ઉપરાંત પ્રદુષણ દૂર કરવા માંગતા નેતાઓને પણ ટેકો આપવો જોઈએ.
મૂળમાં જો પ્રદુષણને કાબુમાં નહિ રાખીએતો એ માનવ જાતને ભરખી જશે .
************************