કોરોનાનો પ્રકોપ -૨૦૨૦
કોરોના વાઇરસની બીમારીએ આખી દુનિયાનો સિનારો બદલી નાખ્યો છે. ૨૦૨૦ માં એના પ્રકોપે દુનિયાના સમાજ . ઉદ્યોગો , લોકોની રહેણીકરણીમાં , ફેરફારો લાવી દીધા છે. કોરોનાને લીધે અવાજનું પ્રદુષણ પણ દુનિયામાં ૫૦% ઘટી ગયું છે. વાહન વ્યહવાર ઘટવાથી બીજી જાતના પ્રદુષણ પણ ઘટી ગયા છે. પરંતુ સામાન્ય લોકોની પાયમાલી વધી ગઈ હતી.
ઘણાને સમાજ , કુટુંબ અને મિત્રોને પણ મળવાનો દરરોજના જીવન સંગ્રામમાંથી વખત ન હતો, તેવા લોકો પણ હવે એકબીજાની નજદીક આવી ગયા છે. કોરોનાએ બીજી બાજુ વિશ્વને મોટો ફટકો માર્યો છે, જેથી ગરીબી અને બેરોજગારી વધી ગઈ છે. ૨૦૨૦ માં મહિનાઓ સુધી ડોક્ટરો અને સ્વાથ્ય કર્મચારીઓ પાસે કોરોના બીમારી ની કોઈ વેકસિન નહતી . આથી દુનિયાભરમાં ૭૦૦૦ જેટલા સ્વાથ્ય કર્મચારીના પણ મૃત્યુ થયા . એક મિલિયનથી વધારે લોકો એ બીમારીનો ભોગ બન્યા હતા અને ભૂખમરો વધ્યો હતો. કેટલાએ દેશોમાં મારી ગયેલા લોકોની લાશોને નિકાલ કરવા માટે સૈન્યની મદદ લેવી પડી હતી . કેટલાએ દેશમાં લોક આઉટ થયો હતો ને કામધંધા બંધ થઇ ગયા હતા. લાખો લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ આશરો લોધો હતો અને લોકોની હાડમારીનો કોઈ હિસાબ નથી.
લાખો કર્મચારીઓને ઘરેથી કામ કરવાની ફરજ પડી હતી અને એ પદ્ધતિ હવે કાયમ થશેકે શું ? સ્કુલો બંધ થવાથી વિશ્વભરમાં ૧.૬ બીલીઓન વિદ્યાર્થીઓ ઘરે બેઠા એમાંથી ૨૪ મિલિયન વિદ્યાર્થીઓએ સ્કૂલો છોડી દીધી હતી. એમાંથી ઘણા બાળકો કદાચ કામ પર લાગી જાય તો નવાઈ નહિ ! પ્રવાસ ઉદ્યોગ જે વિશ્વમાં ૩૨૦ બિલિયનનો છે તેમાં પણ ૯૮% ઘટાડો થયો છે. એનાથી વિમાની ઉદ્યોગને પણ નુકશાન થયું છે. લોકો ઘરમાં રહેવાથી હોટેલ ઉદ્યોગ પણ બીમાર છે. એમ કહેવાય રહ્યું છે કે આખરે ૨૦૨૦ નું વર્ષ ' એકાંતનું ' વર્ષ બની ગયું છે.
એક વાત ચોક્કસ છે કે ૨૦૨૦ ના વર્ષે દુનિયામાં ઘરખમ બદલાવ લાવી દીધો છે અને કોરોનાના પ્રકોપે લોકો, અને અર્થવ્યવસ્થામાં પાયમાલી સર્જી છે. ગીતા તો કહે છે કે જે થાયછે એ સારા માટે હોય છે. માટે એના સારા પરિણામોની પણ રાહ જોવી રહી.
*****************************************
No comments:
Post a Comment