મિત્ર
મિત્રની મિત્રતા એટલે સીઝર અને બ્રુટસના જેવી કે, મરતા મરતા બ્રુટસના છરાના ઘાઓ સહન કરતા એકજ રટણ હતું 'બ્રુટસ તું પણ '. કૃષ્ણની સુદામાની મિત્રતા, જે વર્ષો પછી મિત્ર સુદામાને મળવા માટે તડપતા કૃષ્ણની વિરહ દોડમાં હતી . અંગ્રેજ મિત્ર ફોર્બસના મરણના શોકમાં ડૂબેલા કવિ દલપતરામના આંશુઓમા પણ મિત્રતા ટપકતી હતી.આને મિત્રતા કહેવાય!
શાળાના મિત્રોમાં મિત્રતા તદ્દન નિદોષ અને નિર્મળ હોય છે. કોલેજની મિત્રતામાં આદર્શ, લાગણી અને રંગીલાપણું વધારે ટપકે છે. એમાં નક્કરતાનો અભાવ હોય છે પણ મધુર હોય છે. જીવનની દોડમાં મિત્રતા એક બીજાને મદ્દદ કરવાની ભાવનામાંથી જન્મે છે. પણ મિત્રતાએ મિત્રતા છે એક બીજાનો સહારો બનવાનની તમન્ના હોય છે. ઘણીવાર લંગોટિયા મિત્રોની મિત્રતા બહુ જ મધુર અને મીઠા સ્મરણોથી ભરપૂર છે અને એના ગાંઠ બહુ મજબૂત હોય છે.
ઘણા લેખકો અને કવિઓએ મિત્રતા વિષે ઘણું લખ્યું છે. મિત્રો ઘણીવાર નજદીકના સ્નેહો કરતા પણ વધુ ટેકારૂપ બની રહે છે. આથી સારા મિત્રો મળવા એ પણ ભગવાનની કૃપા હોય છે. મિત્રતામાં ઊંચ નીચને કોઈ સ્થાન નથી. એક બીજાની નિર્બળતાને દોહરાવવાનો પણ મિત્રતામાં કોઈ સ્થાન નથી. દિલોનો મેળાપ જ એક બીજાના મિત્રતાથી બાંધી દે છે. મિત્રતામાં ઈર્ષા ,અહમને કોઈ સ્થાન નથી. એટલેકે ખરી મિત્રતા નિર્મળ પ્રેમ પર અને સ્વાર્થ રહિત હોય છે.
' મિત્રતા ' પર જાણીતા લેખક જય વસાવડાની કહે છે,
મિત્ર
શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે
મિત્ર તું ભગવાનથી પણ ખાસ છે
ઘા સમય જે રૂઝવી શકતો નથી
તું એ રૂઝવે છે , મને અહેસાસ છે.
કેવા ઝગડા આપણે કરતા હતા
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !
વીતી વીતે વીતશે તારા વગર
એ પળો જીવન નથી ઉપહાસ છે
હાસ્ય ભેગા થઇ કરે જાગરણ
તકલીફો કાયમી ઉપહાસ છે
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે
મેરે વો દોસ્ત હૈ સારે જ્હાકો હૈ માલુમ
દગા કરે વે કિસીસે , તો શર્મ આયે મુઝે .
**********************************
No comments:
Post a Comment