જન્માષ્ટમી
ગઈકાલે જ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ગયો.દરેકે પોતાના પ્રમાણે જન્મદિવસ ઉજવ્યો. ઘણા લોકો કૃષ્ણના જન્મ દિવસને શ્રુંગાર સ્વરૂપે ઉજવે છે ક્યાંતો ભક્તિ રૂપમાં ઉજવે છે.
કૃષ્ણના શ્રુંગાર સ્વરૂપને ઘણા રાસ , ગરબા ગાઈને પણ ઉજવે છે. ઘણા જન્માષ્ટમીની રાત્રીએ જુગાર રમીને ઉજવે છે. પરંતુ ભગવાનના એ સ્વરૂપને સમજી શક્યા નથી. જીવનના બોજ અને પ્રશ્નો હળવા કરવા શ્રુંગારને સાચા અર્થમાં સમજવાની જરૂરિયાત છે. યાદવો પણ દારૂમાં અને જુગારની લતમાં એક બીજાની સાથે લડી મારી ગયા હતા. એ પણ એક શ્રુંગાર રસનું એક વિકૃત સ્વરૂપ હતું. એના શોકમાં ભગવાને ૧૨૫ વર્ષે પ્રભાસ પાટણમાં દેહ ત્યાગો હતો. સોમનાથના દરિયા કિનારે જ યાદવાસ્થળી થઇ હતી.
કૃષ્ણને અને એના સંદેશને સમજીને ઉતારવાની જરૂરિયાત છે. જેથી જીવનના વિકટ પ્રશ્નોનો પણ નીવડો આવી શકે છે. એના માટે કૃષ્ણ જીવનને અને એના સંદેશો ને સમજવા જરૂરી છે.
કૃષ્ણ એ ત્યાગ , પ્રેમ , કર્મ અને આત્મા શુદ્ધિ માટે ઘણું કહ્યું છે. જન્મ સાથે મોત નિશ્ચિત છે , ફક્ત આત્મા જ અમર છે. શરીર નાશવંત છે. આથી જીવનમાં આત્મા શૃદ્ધિની જરૂરિયાત છે. સારા કર્મો જ માણસને લોકોમાં અમર બનાવે છે . નિષ્ઠા પૂર્વક આસક્તિ વિના સારા કર્મો જ માનવીના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. બધું છોડીને જવાનું છે ત્યારે શા માટે લોકો જીવનમાં પાપ , કપટ, વેર , ધિક્કાર , ઈર્ષા કર્યા કરે છે એ એક પ્રશ્ન છે?
મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણ ગાંધારી પાસે શોક પ્રગટ કરવા ગયા હતા ત્યારે ગાંધારી એ એમને કહું હતું કે' મારા પુત્રોના સંહાર માટે તમેજ જવાબદાર છો. આજ પ્રમાણે તમારા વંશનો પણ નાશ થશે.' ત્યારે કૃષ્ણે એ સ્વીકારી 'તથાસ્તુઃ' કહ્યું હતું. આજ બતાવે છેકે કર્મનું ફળ તો ભગવાનને પણ ભોગવવું પડે છે. ભલે પછી એ કર્મ લોકકલ્યાણ માટે કેમ ન હોય? આથી જ કૃષ્ણએ કહ્યું છે ' ફળની આશા વિના જ કર્મ કરવું રહ્યું. ભલે પછીએ એ સારું કે ખરાબ પણ હોય.
ભગવાન કૃષ્ણનો ૧૬ હાજર ઈન્દ્રીઓ પર કાબુ હતો એમાં એની રાણીકે ગોપીઓની ગણતરી કરી એને વિકૃત સ્વરૂપ આપવાની શી જરૂર છે ?
મૂળમાં ભગવાન કૃષ્ણનો માનવો માટે સંદેશો બહુજ સ્પષ્ટ છે.
૧) જે બની ગયું તે સારા માટે જ હતું . જે બની રહ્યું છે એ સારા માટે જ છે. અને જે ભવિષ્યમાં બનશે એ પણ સારા માટે જ હશે , એમ સમજવાથી જીવનના ઘણા પ્રશ્નો હળવા થઇ શકે છે.
૨)કર્મમાં મનુષ્ય નિમિત્ત માત્ર હોય છે કારણકે ફળ એના હાથમાં નથી.
૩) મનુષ્ય એકલો આવે છે અને મૃત્યુ બાદ એકલો જાય છે. ફક્ત વચમાં મોહ સાથે જીવન જીવી જાય છે. પરંતુ એ કેવું જીવન જીવે છે એ મહત્વનું છે.
૪)મનુષ્યે વર્તમાનમાં કામ કરીને ભવિષ્યની યોજના બનાવવી જોઈએ.
૫) ખરાબ થતું અટકાવવું એની ફરજ છે.
૬) જીવનમાં સારા કામો માટે સંગર્ષથી ડરવું નહિ અને એના માટે ત્યાગ અને બલિદાન આપવામાટે તૈયાર રહેવું જોઈએ.
ટૂંકમાં કૃષ્ણના કાર્યો અને જીવનને સમજી એને જીવનમાં યોગ્ય રીતે અનુસારવાથી જીવનના ઘણા પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે . એ આપણા જ હાથમાં છે.
*************************************