Saturday, September 18, 2021

 


માં તે માં             

                                 મનુષ્યના જીવનના ઘડતરમાં માનું અનોખું પ્રદાન હોય છે. વિશ્વમાં એવો એક માનવી બતાવો કે જે એની માને પ્રેમ અને આદર ન કરતો હોય કારણકે માં સારા કી નરસા છોકરાઓ તરફ સરખોજ પ્રેમ ધરાવતી હોય છે. અને તે પણ નિસ્વાર્થ પ્રેમ! એવી આ એક વાત છે. જેમાં એક માએ પોતાના નિર્બળ પુત્રને કેવી રીતે મહાન   બનાવ્યો  હતો ?



                                  એક માને એના પુત્રના શાળામાંથી એના શિક્ષકનો એક પત્ર આવ્યો હતો. પુત્રે પૂછ્યું માં એમાં શું લખ્યું છે? માની આંખમાં આંસુ હતા. તારા શિક્ષક લખે છે કે ' તમારો પુત્ર એટલો  હોશિયાર છે કે અમારી નાની શાળામાં એને ભણાવવા માટે યોગ્ય શિક્ષક નથી. એટલે તમેજ એને ભણાવો. દીકરો માના આંસુ જોઈને સમજ્યો કે એ હર્ષના આંસુ હશે. 



                                   વર્ષો પછી એની માં  મૃત્યુ પામી અને પેલો છોકરો દુનિયાનો મહાન વિજ્ઞાનિક બની ચુક્યો હતો.એ જયારે માની જુની વસ્તુઓ  ફંફોળતો હતો ત્યારે પેલો પત્ર એના હાથમાં આવ્યો. અને એ આતુરતાથી વાંચવા માંડ્યો  એમાં લખેલા શબ્દો વાંચીને એની આંખમાં ફરીથી આંસુઓ આવ્યા. એમાં લખ્યું હતુંકે ' તમારો છોકરો માનસિક રીતે નિર્બળ છે. એથી એને અમે શાળામાં રાખી શકીયે એમ નથી. '



                                   એ છોકરો બીજું કોઈ નહિ પણ મહાન વિજ્ઞાનિક થોમસ આલવા એડિસન હતા.  એક માએ એક માનસિક રીતે નિર્બળ છોકરાને વિશ્વનો મહાન  વિજ્ઞાનિક બનાવી દીધો હતો. આ છે માનો નિસ્વાર્થ પ્રેમ અને આત્મશક્તિથી  ઉછેરનો એક ઉત્તમ નમુંનો!  આવા દુનિયા કેટલાએ ચમકતા તારાઓ  કેટલીયે અજાણી માતાઓની અથાક મહેનતને પ્રતાપે જ હોય છે.

                                    ******************************** 


No comments:

Post a Comment