Sunday, September 26, 2021



વૉરેન બુફેટ 

                                                      વૉરેન બુફેટ એ અમેરિકાના  આર્થિક નિષ્ણાત અને પૈસાદાર વ્યક્તિ છે. એમના આર્થિક જ્ઞાનને  માટે અમેરિકનોને એમના માટે ઘણું જ માન છે. એમના પૈસાનું અમેરિકન શેર બજારમાં રોકાણ કરી એમને અબજો ડોલરની કમાણી કરી છે. આથી વિશ્વના રોકાણકારો  એમની સલાહને દિલમાં રાખીને ઉતારે છે.

                        એમનું માનવું છેકે કમાણી  તો તમે સુતા હોતો પણ ચાલુ રહેવી જોઈએ નહિ તો પછી તમારે આખી જિંદગી કામ કરવું રહ્યું. શેરમાર્કેટમાં પૈસાવાળાનું  રોકાણ સારા પરિણામો માટે  વધુ ધીરજ માંગે છે એવું બ્રુફેનનું માનવું છે.  ખર્ચા  કાઢીને પછી બચત કરવી એ સારી ટેવ નથી . એના કરતા પહેલા બચત કરવી અને પછી ખર્ચ કરવું સારું.  બીજા  ડરતા હોય એવામાં રોકાણનું સાહસ કરવું જરૂરી છે. એકજ આવક પર આધાર રાખવા કરતા બીજી કોઈ આવક ઉભી કરવાનો  પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. એવું વોરેન બુફેટનું  માનવું છે.

                             બુફેટ કહે છે કે એક જ જગ્યાએ બધું રોકાણ કરવું અયોગ્ય છે. તે ઉપરાંત તમે અયોગ્ય વસ્તુઓને ખરીદતા જશો તો પછી તમારી પાસે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાના પૈસા નહિ રહેશે. સામાન્ય માણસ પાસે પ્રમાણિકતાની આશા રાખવી નકામી છે કારણકે પ્રામાણિકતા  માટે મોટો ભોગ આપવો પડે છે. કોઈ નદીની ઉંડાણ માપવા માટે બન્ને પગો નદીમાં નાખવા જોખમી છે, એમ રોકાણમાં પણ એજ સિદ્ધાંત લાગુ પડે છે. 

                             મૂળમાં વૉરેન બુફેટની આર્થિક બાબતોમાં સફળતા પાછળ ઉપરના સિદ્ધાંતોને સમજવા જરૂરી છે અને ઉપયોગી છે.

                                           ************************************    

                                

   

No comments:

Post a Comment