ઊડતી રકેબી- એક નઝર
આજે વિશ્વમાં પરગ્રહવાસીઓ પર એક ઉત્સુકતા છે. ત્યાં રહેવાસીઓ હશે ? હોય તો શું તેઓ આપણા કરતા વધારે આગળ વધેલા હશે? આવા અનેક પ્રશ્નો નિષ્ણાતોમાં ઉદ્ભવે છે .
એ બાબતમાં આકાશમાં અજાણી ઊડતી રકાબીઓએ લોકોમાં ઉત્સુક્તાઓ વધારીદીધી છે. લોકોએ એકાંત જમીન પર ઉતારેલા કે પછી આકાશમાં ઊડતી રકાબી જેવા અજાણ વાહન જોયા હોય એવા પણ દાવાઓ કરેલા છે . વિમાન ચાલકો એ પણ આકાશમાં એવી વસ્તુઓ જોઈ હોય એવા અહેવાલો આપેલા છે. આ બધા સમાચારોએ લોકોમાં સારો એવો રસ ઉભો કરેલો છે.
આ ઉપરાંત કેટલાક લોકોએ એ દિશામાં વધુ સંશોધન સંરક્ષણની દ્રષ્ટિએ પણ કરવા માંડ્યું છે. ૨૦૦૪ થી ૨૦૨૧ સુધીમાં અમેરિકામાં ૧૪૪ એવા અહેવાલો છે જેમાં વિવિધ સ્થળે અજાણ્યા એવા નહિ ઓળખાઈ શકેલા પદાર્થો જોવામાં આવેલા છે જેને અજાણ્યા પરગ્રહવાસી વસ્તુઓ માનવામાં આવે છે. ઇંગ્લીશમાં એને (યુએફઓ ) અનઆઇડેન્ટીફાઇડ ફોરેન ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ઘણા એણે તૂટી ગયેલા બલૂનના ભાગો તરીકે ઓળખાવે છે અથવા અજાણ વસ્તુઓ છે.
આથી અમેરિકાની સંસદે એની તપાસ કરવા માટે એક કમિશનની નિમણુંક કરી હતી પરંતુ કમિશન પણ એના પર સ્પષ્ટતાથી કોઈ પ્રકાશ પાડી શક્યું નથી અને એ વસ્તુ રહસ્ય જ રહ્યું છે.
એમનું માનવું છે કે ૧) એ આકાશમાં જન્મેલા ડ્રોન જેવા પદાર્થો છે. ૨) કોઈ દેશના બહુજ સેક્રેટ આધુનિક વિમાનના સંધોધનમાંથી ઉત્પન્ન થયેલું વાહન પણ હોય શકે? ૩) બાહ્યગ્રહ પરથી આવતું વાહન વિષે પણ વિચારી શકાય? આજ બતાવેછેકે કમિશનનનો રિપોર્ટમાં સ્પષ્ટતા નથી. અને ઊડતી રકાબીનું રહસ્ય વધુ ને વધુ ગાઢ થતું જાય છે. અમેરિકાના લશ્કરી નિષ્ણાતોને બેજ વસ્તુ સતાવે છે કે પરગ્રહનું વાહન વિશ્વની સંરક્ષણ માટે અને આકાશમાં ઊડતી વિમાની સેવાઓ માટે પણ જોખમરૂપ છે.
એવું પણ માનવામાં આવેછેકે રડાર અને સેન્સર સિસ્ટમની ચૂકને લીધે પણ આવા પદાર્થોનો આભાસ થઇ શકે છે. તે છતાં આ રહસ્યમય પદાર્થ પર નઝર રાખવા એક કાયમી સંઘઠનની જરૂરિયાત ઉભી છે એમ માનવામાં આવે છે.
વિશ્વનો દરેક માનવી ઇચ્છેછે કે આ રહસ્ય પરથી જલ્દી પરદો ઉઠે .
**************************
No comments:
Post a Comment