અર્થવ્યવસ્થાના પાયામાં
અર્થવ્યવસ્થા દુનિયાના બધા દેશોમાં મુખ્ય ભાગ ભજવેછે. દેશની પ્રગતિમાં પણ અર્થવ્યવસ્થા મહત્વની હોય છે. નાણાકીય અંધાધૂંધીએ ઘણા દેશોમાં ક્રાંતિ લાવી દીધી છે. ફ્રાન્સ, રશિયા અને ચીન જેવા મોટા દેશો પણ ક્રાંતિની ચુંગાલમાં આવી ચુક્યા છે.
દુનિયામાં અર્થવ્યવસ્થાને કેવી રીતે ચલાવવામાં આવે એના માટે ઘણી વિચારશરણી છે. તેમાં મૂડીવાદી , સામ્યવાદી અને સમાજવાદી જેવી વિચારધારાઓ પ્રસિદ્ધ છે. સામ્યવાદમાં જબરજસ્તીથી સમાજમાં સમાનતાની વાત છે જયારે સમાજવાદમાં સામાજિક સમાનતા સમજાવટ અને લોકશાહીના દ્વારા લાવવાની વિચારશરણી ધરાવે છે. જયારે મૂડીવાદમાં સમાજના લોકોનું વ્યાપક પણે લાભ ઉઠાવી થોડા લોકો દ્વારા લાભ લેવાની એક સરળ વાત છે. પરંતુ મૂળમાં તો લોકોનો હોશિયાર વ્યક્તિઓ દ્વારા નિર્બળ લોકોની લાભ લેવાની સામાન્ય વૃત્તિ હોય છે. એમ પણ કહેવાય છેકે મૂડીવાદમાં બહુ લોકો નિર્બળ લોકોનો લાભ લે છે જયારે સામ્યવાદમાં થોડા લોકો બહુજનનો લાભ લે છે.
પરંતુ રોમન કાળમાં માર્ક્સ સીકેરો એ જે વાત ૪૩ બીસી માં કરેલી છે તે આજે પણ અર્થ વ્યવસ્થાને લાગુ પડે છે. ગરીબો આખી જિંદગી કામ કરતા રહે છે. અને પૈસાદારો એમના ભોગે મઝા કરતા હોય છે. જયારે સૈનિકો પર એ બંનેની રક્ષા કરવાની જવાબદારી હોય છે.
ટેક્સ ભરનારાઓ એ ત્રણે વર્ગના માટે પૈસા ભરતાહોય છે. બેન્કરો એ ચારો વર્ગના પૈસાને વાપરી લૂંટતા હોય છે . વકીલો આ બધાને ઊંધે રસ્તે વાળી પૈસા બનાવતા હોય છે. અને છેલ્લે સ્વાસ્થ્ય બગડતા એ બધા વર્ગો ડોક્ટરોના બિલ ભરતા રહે છે. સમાજના ગુંડાઓ તો આ બધાને ડરાવી જીવે છે. જ્યારે મુદ્દાની વાત તો એ છે કે ' રાજકારણીઓ એ બધા વર્ગોને ભોગે આરામથી જીવે છે.
ટૂંકમાં અર્થવ્યવસ્થાના મૂળ તો માનવીની વૃત્તિ પર અવલંબે છે. ફક્ત સમાજના હોશિયાર લોકો એને જુદી જુદી વિચારશરણી દ્વારા રજુ કરે છે. કહેવાય છે કે ' મોટી માછલી હંમેશા નાની માછલીઓને ખાઈ જાય છે એ મુખ્ય સિદ્ધાંત છે.
*********************************
No comments:
Post a Comment