ભવિષ્યનું યુદ્ધ
આજના અને ભૂતકાળમાં યુધ્ધે સૈનિકોનો અને લોકોમાં ભયાનક વિનાશ વેર્યો હતો. સમ્રાટ અશોકનો કલિંગના યુદ્ધમાં સૈનિકો અને લોકોમાં જે મહાવિનાશ થયો એને જોઈને હૃદય પલટો થઇ ગયો હતો. બીજા વિશ્વ યુદ્ધમાં લાખો લોકોનો, સૈનિકોના નાશ થયો. કેટલાએ દેશોમાં રસ્તાઓ, મકાનો, પુલો, બંદરો. એરપોર્ટ અને બંધોનો વિનાશ બોમ્બમારાથી થયો હતો. ઘણા વિનાશોતો યુદ્ધના લક્ષ્યથી પર હતા .
હવે પછીના યુદ્ધો ઉચ્ચ ટેક્નોલોજી દ્વારા લડવામાં આવશે જેનું લક્ષ્ય ઓછા વિનાશથી વધારેમાં વધારે લાભ મેળવવાનો હશે. એમાં સૈનિકોને , યુદ્ધ વિમાનોને , દરિયાયી યુદ્ધ વાહનોને , ટેન્કોને અને યુદ્ધને લગતા બધા સાધનોને ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. જેથી યુદ્ધ ઓછા નુકશાન સાથે જીતી શકાય .
હવે લશ્કરમાં હાઈટેકની 'આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ' નો પણ ઉપયોગ થવા માંડ્યો છે. દાખલા તરીકે જેનાથી ચહેરાની પહેચાનનો ઉપયોગ થશે . દીવાલની કે ઝાડીઓની બીજી બાજુનું ચહલપહેલ પણ જાણી શકાય છે. તે ઉપરાંત હવે દરેક સૈનિકોને પણ નવી ટેક્નોલોજી 'વાસ્તવિકતાની નજદીક જતી ટેક્નોલોજીથી ' સજ્જ કરવામાં આવશે.એને' ઔગ્મેન્ટેડ સિસ્ટમ' કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં એને ' ટેકટિકલ ઇન્ટેલિજન્સ' પણ કહેવામાં આવે છે.
એને સૈનિકોના માથા પર લગાડેલી હેલમેટમાં લગાડવામાં આવશે જેથી એ યુદ્ધ મેદાનમાં ક્યાં સુરંગો લગાડવામાં આવી છે તે જાણી શકાશે આજુબાજુનું પાણી કેટલું ઝેરી છે તે પણ જાણી શકાશે. તે ઉપરાંત દૂર દુશ્મન સૈનિકોની હિલચાલ કેવી છે તે પણ જાણી શકાશે. સેન્સર દ્વારા દુશ્મન સૈનિકોની કેટલા અંતરે હિલચાલ ચાલી રહી છે તે પણ જાણી શકાશે. આવી માહિતીઓ સૈનિકોને વધારે રક્ષણ આપશે અને જીવની ખુવારી ઓછી થઇ જશે. તે પણ અજાણી યુદ્ધભૂમિમાં બની શકશે . યુદ્ધમાં એમાંના ઘણા હાઈટેક સાધનો સૈનિકો છાતીએ પણ લગાવી શકશે.
આવા હાઈટેકના સાધનો 'હોલોલેન્સ' નેવીના યુદ્ધ વાહનો પર પણ થઇ શકશે. ટેન્કમાં બેઠેલા સેનિકો અંદર બેઠા બેઠા આજુબાજુની બધી માહીતોઓ મેળવી યુદ્ધ નીતિ નક્કી કરી શકશે.
ફક્ત આ ટેક્નોલોજી યુદ્ધ મેદાનથી દૂર બેઠેલા સેનાપતિઓ સૈનિકો કદાચ 'પપેટની' જેમ ઉપયોગ કરી શકશે પરંતુ ટેક્નોલોજીથી સજ્જ સૈનિકો સેનાપતિઓની ઉપયોગીતા પણ ઓછી કરી નાખી શકે છે. તે ઉપરાંત કોઈ પણ સંજોગોમાં જો હાઈટેક સાધનો યુદ્ધમાં નિસ્ફળ નીવડે નો તો મોટી મૂંઝવણ પણ ઉભી કરી શકે છે. આતો સંભાવનાઓની વાત થઇ. પરંતુ એક વાત ચોક્કસ છેકે હવે પછીના યુદ્ધો હાઈ ટેકની મદદથી જ લડાશે જેમાં ઓછા નુકસાને વધારે લક્ષ્યો મેળવી શકાશે અને યુધ્ધો લાંબા સમય સુધી નહિ ચાલે.
**************************************