Tuesday, November 16, 2021

 


હિન્દૂ ધર્મ 

                                                                એક વખત હતો જયારે  પરદેશમા હિન્દૂ ધર્મ વિષે ઘણી ગેરસમજ હતી. બ્રિટિશો એને અંધશ્રધ્ધાળુ દેશમાં ખપાવતા હતા. સપેરાઓનો દેશ, જે સાપોને નચાવી આનંદલેનારો દેશ મનાતો હતો. તેઓ તદ્દન એને અભણ એવા દેશમાં ખપાવતા હતા.



                                                      એમને ખબર પણ ન હતીકે ભારતીય ઋષિમુનિઓ પોતાની બુદ્ધિ કૌશલ્યથી દરેક વિજ્ઞાનમાં પ્રગતિ સાધી હતી. રામસેતુથી માંડી  રામના પુષ્પક વિમાનને પણ કલ્પના ગણી ઘણા ઠેકડી  ઉડાવતા રહેતા. મહાભારતમાં સંજય હસ્તિનાપુરમાં બેઠા બેઠા  અંધ ધુતરાષ્ટ્રને કુરુક્ષેત્રના યુદ્ધનો અહેવાલ આપતો   રહેતો હતો. વિજ્ઞાને આબધી વસ્તુઓને આજે સત્ય પુરવાર કરી છે. વિડિઓ  અને વિમાનો આજના  જમાનાની આવૃત્તિઓ છે. અમેરિકાની સંસ્થા નાસાએ રામસેતુ ભારત અને શ્રી લંકા વચ્ચે દરિયામાં મોજુદ છે એનું  અનુમોદન પણ કર્યું છે. આથી ભારતીય સંસ્કૃત્તિની વાતો  કોઈની કલ્પના નહિ પણ તથ્ય પર આધારિત  છે.



                                                         હવે પરદેશીઓ એટલેકે પશ્ચિમી લોકોં ભારતને બરાબર સમજવા માંડ્યા  છે.  નાસાએ અત્યારે જાહેર કર્યું છેકે સૂર્યમાંથી જે અવાજ આવે છે તે ઓમઃ સમાન છે. જેનું ભારતીય સંસ્કૃત્તિમાં બહુજ  મહત્વ છે. 



                                                        ગૌ મૂત્રનો ઉપયોગ ભારતીય શાસ્ત્રોમાં આરોગ્ય  માટે ઉત્તમ ગણવામાં આવ્યું  છે. એનો ઉપયોગ કેન્સર જેવા રોગોમાં પણ થઇ શકે છે એવું માનવામાં આવે છે.  હજુ સુધીમાં 'ચાર પેટેન્ટઓ' ગૌ મૂત્રની અમેરિકામાં નોંધાવવામાં આવી છે. આ ગૌ મૂત્રની ઉપયોગીતા પુરવાર કરે છે.



                                                         હવે 'ગીતા ' અમેરિકન યુનિવરસિટીમાં શીખવવામાં  આવે છે. ઇન્ડોનેશિયા જેવા દેશે તો પોતાની એરલાઈન્સનું  નામ 'ગરુડ' આપેલું છે. એના ચલણી  નોટ પર શ્રી ગણેશનો ફોટો રાખવામાં આવ્યો છે.  પૃર્વ પ્રમુખ બારાક ઓબામા એના ગજવામાં  હનુમાનનો  ફોટો રાખે છે . આ પણ ભારતીય હિન્દૂ  સંસ્કૃતિનું  ગૌરવ છે.



                                                           જર્મન એરલાઈન્સ 'લુફથાન્સા'નું નામ સંસ્કૃત  શબ્દ પરથી આવેલું છે.જેનો અર્થ એરોપ્લેન થાય છે. હિન્દૂકુશ પર્વત  'અફઘાનિસ્તાનમાં 'આવેલો  છે. ચાર હજાર વર્ષ પુરાણા હિન્દૂ મંદિરો વિયેતનામમાં  આવેલા છે. 

                                                            આ બતાવે છેકે  હિન્દૂ સંસ્કૃતિ અને માન્યતાઓ  તથ્ય અને વિજ્ઞાન

પર આધારિત છે. એનો પ્રભાવ આખા વિશ્વમાં ફેલાયેલો છે. 

                                         **********************************************     

Thursday, November 11, 2021

  


હાઈ ટેકમાં બધાથી આગળ - જાપાન 

                                                                         જાપાન આદર્શ દેશ છે  અને એની પ્રજા પણ શિસ્તબંધ અને ઉદ્યમી  છે. વિજ્ઞાનિક શોધોનો ઉપયોગ જાપાને એમના નાગરિકોની  સુવિધાઓ વધારવામાં ઉપયોગ કર્યો છે.

                                                      સ્ત્રીઓને પ્રસંગો અનુરૂપ કપડાં બદલવાની આદતો હોય છે. જાપાને એવી જાતનું કાપડ બનાવ્યું છે કે એનો રંગ આપોઆપ બદલી શકે છે.  એથી કપડાં બદલવાની જરૂરિયાત જ  ઉભી થતી નથી. એ પણ એક નવી વિજ્ઞાનિક સુવિધા છે.

                                                       આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એવી ખુરસીઓ બનાવી છેકે તાળી પાડીને એને અમુક જગ્યાએ ગોઠવી શકાય છે. એટલે ટેબલની પાસે જઈને એની જાતે પાર્ક થઇ શકે છે. આનાથી ખુરસીઓનો ઉપયોગ જુદા જુદા પ્રસંગો માટે એને ઉંચક્યા વગર ફક્ત સેન્સરથી એને ખસેડી અને ગોઠવી શકાય છે.

                                                       પાટા વગર ટ્રેક પર ચાલે એવી ચાર ટ્રેક વાળી મોનો ટ્રેનની  સુવિધા ત્યાંના નાગરિકોને  આપવામી આવી છે.  ટ્રેન  આવે એટલે એના ટ્રેકો આપોઆપ બદલાઈ  જાય છે.   અને એમાં ઘણી સારી સગવડો આપવામાં આવી છે. 



                                                           સોનન ટ્રેન ટ્રેકની નીચે દોડે છે જે જમીનથી ૧૦ ફીટ ઉપ્પર દોડે  છે. શહેરના ટ્રાફિકને પણ એનાથી રાહત મળે છે. લટકતી ટ્રેનના  ટ્રેકને મોટા થાંભલાઓથી જોડેલા હોય છે. ટ્રેનની મુસાફરી તદ્દન આરામદાયક હોય છે. આ લટકતી દોડતી ટ્રેન ચુમ્બકીય સિદ્ધાંતો પર દોડે છે.    



                                                         ઊંચી  બહુમાળી ઇમારતોમાં જે લિફ્ટો હોય છે એમાં ટોઇલેટની પણ સુવિધા આપવામાં આવે છે.  ઇલેક્ટ્રિક નિસ્ફળતાને કારણે નાગરિકોને તકલીફ ન થાય એટલા માટે આવી સગવડો આપવામાં આવી હોઈ છે. 

                                                            જાપાનમાં  ઝડપી ટ્રેનો દોડે છે એની ગતિ ૫૮૧  માઈલ પર  કલાકની હોય છે. એને ચુમ્બકીય શક્તિથી ચલાવવામાં આવે છે. ટ્રેનમાં ઑટોમૅટિક  દરવાજા હોય છે જે ટ્રેન સ્ટેશન પર આવે ત્યારે ખુલે છે અને ટ્રેન ઉપડે એટલે બંધ થઇ જાય છે. આથી અકસ્માત થવાની શક્યતા ઓછી થઇ જાય છે. જાપાની નાગરિકો પણ શિસ્તબંધ રીતે પહેલા  ટ્રેનમાંથી ઉત્તરે  છે અને ત્યારબાદ લોકો  ટ્રેનમાં ચડે છે. 

                                                         ટ્રેનો મકાનોમાંથી પસાર થતી જાપાનમાં  જોવા મળે છે. એનું કારણ કે  ટ્રેનના પાટા નાખવા માટે જમીન  આપવાની જમીનના માલિકોએ નકારી હતી. આથી નાગરિકોની અડચણને દૂર કરવા મકાનોમાંથી ટ્રેનનો માર્ગ બનાવ્યો હતો.



                                                            તે ઉપરાંત પ્લાસ્ટિકનો  રિસાયકલિંગ  એ જગતમાં  મુશ્કેલ પ્રશ્ન  બની ગયો છે પરંતુ જાપાનમાં દરેક સ્ટેશન પર રિસાયકલિંગ  મશીનો નાખવામાં આવ્યા છે. નાગરિકો એમાં પ્લાસ્ટિકની વાપરેલી વસ્તુઓ નાખે છે અને સામેથી સરકાર પૈસા આપે છે.

                                                ટૂંકમાં જાપાને  વિજ્ઞાનનો ઉપયોગ નાગરિકોની સુવિધા વધારવામાં કર્યો  છે. અને એમાં લોકોનો પણ સારા નાગરિકો તરીકે સંપૂર્ણ સહકાર હોય છે. આથી જાપાન એક આદર્શ રાષ્ટ્ર બની ચૂક્યું છે.

                                                     ****************************



                                                            


     

                                                               

Friday, November 5, 2021

 


તમાકુ -એનો કાળોકેર 

                                             તમાકુનો ઉપયોગ ખાવામાં કે પછી  મોઢા  વડે હુક્કા, બીડી અને સિગરેટે દ્વારા માણવામાં  આવે છે. આ આદત કેટલાએ યુગોથી ચાલી આવે છે. જુના જમાનામાં વિજ્ઞાન આગળ વધેલું ન હતું એટલે  અગણિત માણસો એની લતને લીધે મરી જતા પરંતુ એનો કોઈને ખ્યાલ ન આવતો.

                                  આજના વખતમાં વિજ્ઞાને સાબિત  કર્યું છે કે જે લોકોને કોઈ પણ જાતની  તમાકુની લત   હોય  તેને કેન્સર જેવી ભયંકર બીમારી થવાની સંભાવના છે. એટલા માટે એવી લત ધરાવનાર માટે સરકારે પણ ચેતવણી આપી પગલાં ભર્યા છે. તમાકુ ધરાવતા પેકેટો પર અને ફિલ્મોમાં પણ તમાકુના સેવન સામે ચેતવણી આપવામાં આવે છે. તમાકુથી ઘણાને મોઢાના, ફેફસાના કૅન્સરો થાય છે અને એવા કેસો આવતાજ રહે છે.



                                     આજકાલ યુવાનોમાં સિગરેટ પીવાની એક ફેશન બની ગઈ છે ક્યાંતો ઘણાને એની લત લાગી ગઈ છે. એ આવતા જનરેશન માટે પણ  ભયની ઘંટી બની ગઈ છે. આશ્ચર્યની વાતતો એ છેકે હવે આજની કેટલીક આધુનિક સ્ત્રીઓ પણ સિગરેટ  પીવા માંડી છે. ઘણાને એમાંથી તાજગી મળે છે એવા દાવા પણ આગળ આવે છે. પરંતુ લાંબા ગાળે એ નુકસાનકારક છે એવો ખ્યાલ  બહુ ઓછાને હોય છે.



                                          જેને તમાકુના મસાલા ખાવાની આદત હોયછે તેઓ અઠવાડિયામાં  ચાર  આઉન્સ તમાકુ ચાવે છે. તે આશરે  વાર્ષિક 17 અને  ૧/૨ પાઉન્ડ જેટલો ખરાબ  પદાર્થ  થાય.  એમાં રેતી , પાંદડા,  ઓલિવનું તેલ , બીજા હાનિકારક  પદાર્થો પણ હોય છે.  એ માનવીના દાંતો પર કેમિકલ અને મિકેનિકેલ અસર પણ કરે છે. ઘણીવાર દાંતો પીળા, કાળા  કે  ફીકા પડી જાય છે એવા પણ ડેન્ટલ સંઘઠનના  અહેવાલ છે. જે લોકો પાઇપ પીવે છે એમને પણ મોઢાના કેન્સર થવાના દાખલા છે. તે ઉપરાંત તમાકુને  લીધે  વર્ટિગો, ખોટા વિચારો, અપચો , નર્વસનેસ , અને ખોરાક પણ  ઓછો થઇ જાય  એવા રોગો  થઇ  જાય છે. 

                                           મૂળમાં તમાકુ માનવીના  સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એના માટે  વધુ લોકજાગૃતિ લાવવી જરૂરી છે.

                                          ***************************************