હાઈ ટેકમાં બધાથી આગળ - જાપાન
જાપાન આદર્શ દેશ છે અને એની પ્રજા પણ શિસ્તબંધ અને ઉદ્યમી છે. વિજ્ઞાનિક શોધોનો ઉપયોગ જાપાને એમના નાગરિકોની સુવિધાઓ વધારવામાં ઉપયોગ કર્યો છે.
સ્ત્રીઓને પ્રસંગો અનુરૂપ કપડાં બદલવાની આદતો હોય છે. જાપાને એવી જાતનું કાપડ બનાવ્યું છે કે એનો રંગ આપોઆપ બદલી શકે છે. એથી કપડાં બદલવાની જરૂરિયાત જ ઉભી થતી નથી. એ પણ એક નવી વિજ્ઞાનિક સુવિધા છે.
આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એવી ખુરસીઓ બનાવી છેકે તાળી પાડીને એને અમુક જગ્યાએ ગોઠવી શકાય છે. એટલે ટેબલની પાસે જઈને એની જાતે પાર્ક થઇ શકે છે. આનાથી ખુરસીઓનો ઉપયોગ જુદા જુદા પ્રસંગો માટે એને ઉંચક્યા વગર ફક્ત સેન્સરથી એને ખસેડી અને ગોઠવી શકાય છે.
પાટા વગર ટ્રેક પર ચાલે એવી ચાર ટ્રેક વાળી મોનો ટ્રેનની સુવિધા ત્યાંના નાગરિકોને આપવામી આવી છે. ટ્રેન આવે એટલે એના ટ્રેકો આપોઆપ બદલાઈ જાય છે. અને એમાં ઘણી સારી સગવડો આપવામાં આવી છે.
સોનન ટ્રેન ટ્રેકની નીચે દોડે છે જે જમીનથી ૧૦ ફીટ ઉપ્પર દોડે છે. શહેરના ટ્રાફિકને પણ એનાથી રાહત મળે છે. લટકતી ટ્રેનના ટ્રેકને મોટા થાંભલાઓથી જોડેલા હોય છે. ટ્રેનની મુસાફરી તદ્દન આરામદાયક હોય છે. આ લટકતી દોડતી ટ્રેન ચુમ્બકીય સિદ્ધાંતો પર દોડે છે.
ઊંચી બહુમાળી ઇમારતોમાં જે લિફ્ટો હોય છે એમાં ટોઇલેટની પણ સુવિધા આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક નિસ્ફળતાને કારણે નાગરિકોને તકલીફ ન થાય એટલા માટે આવી સગવડો આપવામાં આવી હોઈ છે.
જાપાનમાં ઝડપી ટ્રેનો દોડે છે એની ગતિ ૫૮૧ માઈલ પર કલાકની હોય છે. એને ચુમ્બકીય શક્તિથી ચલાવવામાં આવે છે. ટ્રેનમાં ઑટોમૅટિક દરવાજા હોય છે જે ટ્રેન સ્ટેશન પર આવે ત્યારે ખુલે છે અને ટ્રેન ઉપડે એટલે બંધ થઇ જાય છે. આથી અકસ્માત થવાની શક્યતા ઓછી થઇ જાય છે. જાપાની નાગરિકો પણ શિસ્તબંધ રીતે પહેલા ટ્રેનમાંથી ઉત્તરે છે અને ત્યારબાદ લોકો ટ્રેનમાં ચડે છે.
ટ્રેનો મકાનોમાંથી પસાર થતી જાપાનમાં જોવા મળે છે. એનું કારણ કે ટ્રેનના પાટા નાખવા માટે જમીન આપવાની જમીનના માલિકોએ નકારી હતી. આથી નાગરિકોની અડચણને દૂર કરવા મકાનોમાંથી ટ્રેનનો માર્ગ બનાવ્યો હતો.
તે ઉપરાંત પ્લાસ્ટિકનો રિસાયકલિંગ એ જગતમાં મુશ્કેલ પ્રશ્ન બની ગયો છે પરંતુ જાપાનમાં દરેક સ્ટેશન પર રિસાયકલિંગ મશીનો નાખવામાં આવ્યા છે. નાગરિકો એમાં પ્લાસ્ટિકની વાપરેલી વસ્તુઓ નાખે છે અને સામેથી સરકાર પૈસા આપે છે.
ટૂંકમાં જાપાને વિજ્ઞાનનો ઉપયોગ નાગરિકોની સુવિધા વધારવામાં કર્યો છે. અને એમાં લોકોનો પણ સારા નાગરિકો તરીકે સંપૂર્ણ સહકાર હોય છે. આથી જાપાન એક આદર્શ રાષ્ટ્ર બની ચૂક્યું છે.
****************************
No comments:
Post a Comment