તમાકુ -એનો કાળોકેર
તમાકુનો ઉપયોગ ખાવામાં કે પછી મોઢા વડે હુક્કા, બીડી અને સિગરેટે દ્વારા માણવામાં આવે છે. આ આદત કેટલાએ યુગોથી ચાલી આવે છે. જુના જમાનામાં વિજ્ઞાન આગળ વધેલું ન હતું એટલે અગણિત માણસો એની લતને લીધે મરી જતા પરંતુ એનો કોઈને ખ્યાલ ન આવતો.
આજના વખતમાં વિજ્ઞાને સાબિત કર્યું છે કે જે લોકોને કોઈ પણ જાતની તમાકુની લત હોય તેને કેન્સર જેવી ભયંકર બીમારી થવાની સંભાવના છે. એટલા માટે એવી લત ધરાવનાર માટે સરકારે પણ ચેતવણી આપી પગલાં ભર્યા છે. તમાકુ ધરાવતા પેકેટો પર અને ફિલ્મોમાં પણ તમાકુના સેવન સામે ચેતવણી આપવામાં આવે છે. તમાકુથી ઘણાને મોઢાના, ફેફસાના કૅન્સરો થાય છે અને એવા કેસો આવતાજ રહે છે.
આજકાલ યુવાનોમાં સિગરેટ પીવાની એક ફેશન બની ગઈ છે ક્યાંતો ઘણાને એની લત લાગી ગઈ છે. એ આવતા જનરેશન માટે પણ ભયની ઘંટી બની ગઈ છે. આશ્ચર્યની વાતતો એ છેકે હવે આજની કેટલીક આધુનિક સ્ત્રીઓ પણ સિગરેટ પીવા માંડી છે. ઘણાને એમાંથી તાજગી મળે છે એવા દાવા પણ આગળ આવે છે. પરંતુ લાંબા ગાળે એ નુકસાનકારક છે એવો ખ્યાલ બહુ ઓછાને હોય છે.
જેને તમાકુના મસાલા ખાવાની આદત હોયછે તેઓ અઠવાડિયામાં ચાર આઉન્સ તમાકુ ચાવે છે. તે આશરે વાર્ષિક 17 અને ૧/૨ પાઉન્ડ જેટલો ખરાબ પદાર્થ થાય. એમાં રેતી , પાંદડા, ઓલિવનું તેલ , બીજા હાનિકારક પદાર્થો પણ હોય છે. એ માનવીના દાંતો પર કેમિકલ અને મિકેનિકેલ અસર પણ કરે છે. ઘણીવાર દાંતો પીળા, કાળા કે ફીકા પડી જાય છે એવા પણ ડેન્ટલ સંઘઠનના અહેવાલ છે. જે લોકો પાઇપ પીવે છે એમને પણ મોઢાના કેન્સર થવાના દાખલા છે. તે ઉપરાંત તમાકુને લીધે વર્ટિગો, ખોટા વિચારો, અપચો , નર્વસનેસ , અને ખોરાક પણ ઓછો થઇ જાય એવા રોગો થઇ જાય છે.
મૂળમાં તમાકુ માનવીના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એના માટે વધુ લોકજાગૃતિ લાવવી જરૂરી છે.
***************************************
No comments:
Post a Comment