Saturday, January 22, 2022



ગુજરાતી સાહિત્યમાં પ્રદાન -લેખકો 

                                       ગુજરાતી સાહિત્યમાં  ઘણા  નામાંકિત લેખકો થઈ ગયા. દરેકે પોતાના અમુક મનપસંદ  વિષયો પર લખી ગયા છે. ઘણા વાંચકો એનાથી પરિચિત નહીં હોય.  તે ઉપરાંત ક્યાં લેખકે ક્યાં વિષય પર લખ્યું છે એ જાણવાથી વાચકો તેમને જે વિષય પર રુચિ હોય  તે પ્રમાણે મનપસંદ  લેખકોની કૃતિઓ  વાંચી શકે છે. 

                                 નરસિંહરાવ દિવેટિયાએ  અનેક પ્રભુ ભક્તિના કાવ્યો લખ્યા છે. એમનું  પ્રખ્યાત ભજન 'મંગલ મંદિર ખોલો દયામય ' એ એમની ભવ્ય કૃતિ છે. 

                                ઋતુઓનું અદભુત સૌંદર્ય હોય છે. કવિ દલપતરામને પ્રકૃતિના સૌંદર્યમાં અનોખો આનંદ આવતો હતો . તેમને એના પર ઘણું લખ્યું છે.



                                ગની દહીંવાલા એ 'જીવનના સંગર્ષ અને એમાં નિષફળતા'  પર સારું એવું સાહિત્યમાં પ્રદાન કર્યું છે. જયારે અમૃત ઘાયલ 'કેવી રીતે શાનદાર જીવન જીવવા' પર લખ્યું છે. મરીઝએ ' પ્રવાસ' પર સારું એવું સાહિત્યમાં પ્રદાન કર્યું છે. 

                                    કનૈયાલાલ  મુનશીની નવલકથાઓ સાક્ષરતા ભરી છે એમાં એમણે ઘણી ઉચ્ચ રીતે ગુજરાતના નાથનો પરિચય આપ્યો છે. જયારે કવિ ઉમાશંકરે  દૂધમાં સાકરની જેમ  સુંદર  રીતે  ભળવાનો પરિચય કરાવ્યો છે.



                                    ઝવેરચંદ  મેઘાણીએ સ્વાતંત્રતાની લડાઈમાં દેશભક્તિનો પારો ચડાવ્યો હતો. અને એમાં કસુંબાનો  રંગ લગાવ્યો હતો. જો કોઈએ સરસ્વતીચંદ્ર  નવલકથાના રૂપમાં મોટી  સાક્ષરતાનો  પરિચય કરાવી, એક  મોટો ગ્રંથ ગુજરાતી સાહિત્યને આપ્યો હોય તો તે  ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. 

                                    ગુજરાતીઓ વિશ્વ વ્યાપી છે એનો પરિચય કવિ ખબરદારે ' જ્યા જ્યા ગુજરાતી વસે ત્યાં ત્યાં  ગુજરાત' દ્વારા કરાવ્યો. બોટાદકરે 'માં'ના ભવ્ય બલિદાનની કથા ' જનની જોડ જગે નહિ જડે રે લોલ ' દ્વારા કરાવ્યો. 

                                     રમણલાલ વસંતલાલ દેસાઈએ એમની નવલકથાઓમાં  આઝાદીના લડતના આદર્શોની રજૂઆતો કરી છે. જ્યારે નરસી મહેતા તો આદર્શ વૈષ્ણવ જનની ગાથા ગાઈ ગયા છે.

                                     કલાપી મહાન કવિ હતા જેમણે પ્રેમની જ્યોતને જાગૃત કરી હતી. એમની કૃતિ ' જ્યાં જ્યા નઝર મારી ઠરે યાદી ભરી છે આપની' એક અજોડ કૃતિ છે.

                                      ચંદ્રકાન્ત બક્ષીનું જીવન પ્રત્યે ઘણું તીક્ષ્ણ વલણ હતું . તેઓ માનતા કે ' ખરાબ આદતો નાની ઉંમરમાં શરુ કરવી જોઈએ જેથી મધ્યવયમાં તેને છોડી શકાય ' કવિ નર્મદને કોણ નથી ઓળખતું ?  એમણે આઝાદીની આગ લગાડી  અને ગુજરાતની અમિતાની વાત કરી. . એમની કૃતિ ' યા હોમ કરીને પડો. ફતેહ છે આગે'.   

                     આજ બતાવે છે કે વિવિધ લેખકોએ વિવિધ વિષયો પર લખ્યું છે.દરેક વાચકો  એની રુચિ પ્રમાણે આનંદ માણી શકે  છે.  

                                          ******************************  

                                  

Sunday, January 9, 2022

   


અનામતની આડ અસર 

                                                              કેટલીક સગવડો લોકોના માટે આપવામાં આવે છે. પરંતુ જયારે એનો અતિરેગ થાય છેત્યારે એનો મૂળભૂત હેતુ ભુલાઈ જાય છે અને એનામાં વિકૃતિઓ આવીજય છે. ભારતના બંધારણમાં ૧૦ વર્ષ માટે પછાત જાતિઓ માટે અનામત ની જોગવાઈ કરવામાં આવી હતી  પરંતુ એને મત બેન્કનું સાધન બનાવી  રાજકારણીઓએ હંમેશને માટે રાખી લીધી છે. એનાથી  બીજી સવર્ણ જાતિઓમાં ઘણો જ અસંતોષ અને રોષ ઉભો થયો છે. એમાં અન્યાયનું તત્વ પણ ઉમેરાયું છે.

                                                                 પછાત વર્ગમાં જન્મવાથી એમને કોલેજોમાં, નોકરીઓમાં, અને બઢતીમાં આગળ હક્ક મળી જાય છે. એ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે.  ભારતની બ્રાહ્મણોની ૧ .૪ બીલીઓનોની વસ્તીમાં ઘણો જ અસંતોષ પ્રવર્તે છે. એમની માંગણી છે કે ભારતમાં અનામતને લીધે  બ્રાહ્મણોને નોકરીમાં , બઢતીમાં અને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ છે. એમની તો હવે માંગણી છે કે તેઓને થતા અન્યાયોને કારણે એમને પણ અનામત માં  મુકવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.

                                                              આથી બ્રાહ્મણો હવે તકોની શોધમાં પરદેશ ગમન કરવા માંડ્યા છે. અમેરિકા માં  એચઃ૧ બી વિઝા પર નોકરી કરવા જતા  યુવાનોમાં મોટા ભાગના  સવર્ણો  હોય છે. એ વિઝા પર અમેરિકામાં નોકરી કરતા યુવાનોમાં ૨/૩ ભારતીયો જ હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે  અમેરિકાની મોટી કંપનીઓ જેવીકે ગૂગલ , મીકરસોફ્ટ , આઇબીએમ , કે અડોબએ ના વડા બધા બ્રાહ્મણો જ છે. બીજું બ્રાહ્મણો વેપાર કરતા શિક્ષણમાં , કાયદામાં અને સાઈન્સમાં  વધારે નિપુણ નીવડે છે, એટલે એમને પરદેશમાં નોકરીની પણ સારી એવી તકો મળી રહે છે. એથી એમની ભારતમાંથી  પરદેશ ગમનની પ્રવૃત્તિઓ  વધી છે.  મૂળમાંતો ભારતનું બુદ્ધિધન પરદેશમાં ઘસડાય રહ્યું છે.

                                                           અમેરિકાના હાલ ના  ઉપ પ્રમુખ  કમલા હરીશ પણ ભારતીય મૂળના છે. તેઓ દક્ષિણ ભારતના બ્રાહ્મણ કુટુંબમાંથી આવે છે. એમની માતાને પણ અનામતનું ભૂતે હેરાન કર્યા હતા. એમને પણ બ્રાહ્મણ હોવાને નાતે કોલેજમાં પ્રવેશ મેળવવાંમા મુશ્કેલીઓ ઉભી થઈ હતી. એમણે અમેરિકામાં  સ્કોલરશીપ મેળવી હતી અને ત્યાંથી પીએચડી મેળવી. અને ત્યાર બાદ કેન્સર પર શોધ કરવામાં જીવન વિતાવ્યું હતું. 

                                                             ભારતે પરદેશોને પોતાના હોશિયાર પુત્રો આપ્યા છે પરંતુ સાથે એના જાતિવાદની પણ ભેટ આપી છે. કૅલિફૉર્નિયામાં જાતીય ભેદભાવના અસંખ્ય કેસો ભારતીયોએ કંપનીઓ સામે માંડેલા છે. 

                                                             એક વસ્તુ પણ સત્ય છે કે ભારતીયો દુનિયાની બધી પ્રજા કરતા  વધારેમાં વધારે નાણા ભારતમાં મોકલાવે છે. અનામતની આડઅસરે ભારતની  બહાર સારો એવો ફાયદો કરાવ્યો છે.

                                        **************************************

                                                              

Sunday, January 2, 2022



જાપાન પાસે  શું શીખવાનું છે? 

                                                                        જાપાન નાનો  દેશ  છે ,પરંતુ દુનિયાની મોટી ત્રીજી આર્થિક તાકાત છે. એને પોતાના પ્રશ્નો છે એને ઉકેલવા એણેજે પ્રયત્નો કર્યા છે એ પ્રસંસનીય છે.

                                           એનો મોટો પ્રશ્ન એના વધતા જતા વૃદ્ધઓની સંખ્યા છે. એની અસર એના આર્થિક વિકાસ પણ પડી છે. એના માટે જાપાને લોકોની નિવૃત્તિની વય ૭૦ કરી નાખીછે. એથી જાપાનમાં  ૩૩% જેટલા ૭૪ વયના વૃદ્ધોની નોકરી ચાલુ  છે.  તે ઉપરાંત જાપાનના કેટલાક  વિસ્તારોમાં વૃદ્ધોને  પેગોડામાં (મંદિરોમાં ) પાદરી  (પુંજારી કે મોન્ક ) તરીકેનીમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તેઓ તેમના અનુભવનો ઉપયોગ લોકોને દોરવણી આપવામાં અને પેગોડાની વ્યવસ્થામાં કરી શકે. વૃદ્ધોને ખેતી કરવી હોય તો ખેતર પર નજર રાખવામાટે ડ્રોન જેવી  હાઈ ટેકનોનોલોજી પણ મદદ આપવામાં આવેછે. આમ વૃદ્ધોને દેશ હિતની પ્રવૃત્તિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.    નવયુવાનો નવી ઉદ્યોગીક કંપનીઓમાં નોકરીએ  લાગે છે. એથી ઉદ્યોગીક વિકાસને પણ વેગ મળે છે.

                                             બીજું જાપાનમાં ધરતીકંપ અને દરિયાયી તોફાનો સામાન્ય થઇ ગયા છે જે આર્થિક રીતે જાપાનને તબાહ કરી રહ્યા છે. જાપાને એના પુલો, અને મકાનોને  ધરતીકંપ સામે  ટકી શકે એવા બનાવવા માંડ્યા છે. શહેરોમાં જમીનની નીચે ૧૨ દિવસ સુધી પાણી પુરા પાડી શકે એવા ભંડારો બનાવ્યા છે.  અને લોકોમાં કુદરતી આફતો સામે ટકી રહેવા માટે વાતાવરણ ઉભું કર્યું છે.  લોકોમાં  સરકાર પર વધારે આધાર  ન રાખવાની વૃત્તિઓ ઉભી કરી છે.



                                               અત્યારે જયારે કોવિદ ૧૯ ની બીમારી  ચાલી રહી છે ત્યારે દુનિયામાં  જાપાનનો મૃત્યુ દર દુનિયામાં ઓછામાં  ઓછો  છે, અને પુરે પુરી વેકસિન લેવાનો દર પણ ઘણો ઉચ્ચો છે.

                                                 ટેક્નોલોજીમાં  પણ જાપાનમાં રોકાણ ઘણું છે. 'યુનીકુઓથી નિન્ટેન્ડો 'જેવી ૫૦ કંપનીઓ જાપાનમાં છે.એમાં રોબોટ અને સેન્સર જેવી ટેક્નોલોજીમાં  તેઓ  આગળ છે. અને એનું સારું એવું માર્કેટ ઉભું કર્યું છે .

                                                      ૨૦૫૦ સુધીમાં ઝીરો કાર્બનનું લક્ષ્ય પહુચવાનો જાપાનનો ઈરાદો છે. હવામાનનો બદલાવથી જાપાન વધારે પીડિત છે. પરંતુ એનો સામનો લોકસહયોગથી કરવામાં જાપાન સફળ થયું છે.

                                                    ચીન અને અમેરિકા જેવી મહાસત્તા વચ્ચે વેપારની બાબતમાં   જાપાનએ પોતાનું સમતોલન જાળવી રાખ્યું છે. તે ઉપરાંત જાપાને અમેરિકા , સાઉથ કોરિયા , ઇન્ડિયા  અને ઓસ્ટ્રેલિયા 

સાથે ચાઇના સામે લશ્કરી અને વેપારી સબંધો વધાર્યા છે અને પોતાની સલામતી પણ વધારી દીઘી છે.

                                                    આમ જાપાન પાસે પ્રતિકૂળ સંજોગોને કેવી રીતે પોતાની તરફેણ લાવવાની કુનેહ શીખવા લાયક છે.

         

                                              **********************************