Sunday, January 2, 2022



જાપાન પાસે  શું શીખવાનું છે? 

                                                                        જાપાન નાનો  દેશ  છે ,પરંતુ દુનિયાની મોટી ત્રીજી આર્થિક તાકાત છે. એને પોતાના પ્રશ્નો છે એને ઉકેલવા એણેજે પ્રયત્નો કર્યા છે એ પ્રસંસનીય છે.

                                           એનો મોટો પ્રશ્ન એના વધતા જતા વૃદ્ધઓની સંખ્યા છે. એની અસર એના આર્થિક વિકાસ પણ પડી છે. એના માટે જાપાને લોકોની નિવૃત્તિની વય ૭૦ કરી નાખીછે. એથી જાપાનમાં  ૩૩% જેટલા ૭૪ વયના વૃદ્ધોની નોકરી ચાલુ  છે.  તે ઉપરાંત જાપાનના કેટલાક  વિસ્તારોમાં વૃદ્ધોને  પેગોડામાં (મંદિરોમાં ) પાદરી  (પુંજારી કે મોન્ક ) તરીકેનીમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તેઓ તેમના અનુભવનો ઉપયોગ લોકોને દોરવણી આપવામાં અને પેગોડાની વ્યવસ્થામાં કરી શકે. વૃદ્ધોને ખેતી કરવી હોય તો ખેતર પર નજર રાખવામાટે ડ્રોન જેવી  હાઈ ટેકનોનોલોજી પણ મદદ આપવામાં આવેછે. આમ વૃદ્ધોને દેશ હિતની પ્રવૃત્તિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.    નવયુવાનો નવી ઉદ્યોગીક કંપનીઓમાં નોકરીએ  લાગે છે. એથી ઉદ્યોગીક વિકાસને પણ વેગ મળે છે.

                                             બીજું જાપાનમાં ધરતીકંપ અને દરિયાયી તોફાનો સામાન્ય થઇ ગયા છે જે આર્થિક રીતે જાપાનને તબાહ કરી રહ્યા છે. જાપાને એના પુલો, અને મકાનોને  ધરતીકંપ સામે  ટકી શકે એવા બનાવવા માંડ્યા છે. શહેરોમાં જમીનની નીચે ૧૨ દિવસ સુધી પાણી પુરા પાડી શકે એવા ભંડારો બનાવ્યા છે.  અને લોકોમાં કુદરતી આફતો સામે ટકી રહેવા માટે વાતાવરણ ઉભું કર્યું છે.  લોકોમાં  સરકાર પર વધારે આધાર  ન રાખવાની વૃત્તિઓ ઉભી કરી છે.



                                               અત્યારે જયારે કોવિદ ૧૯ ની બીમારી  ચાલી રહી છે ત્યારે દુનિયામાં  જાપાનનો મૃત્યુ દર દુનિયામાં ઓછામાં  ઓછો  છે, અને પુરે પુરી વેકસિન લેવાનો દર પણ ઘણો ઉચ્ચો છે.

                                                 ટેક્નોલોજીમાં  પણ જાપાનમાં રોકાણ ઘણું છે. 'યુનીકુઓથી નિન્ટેન્ડો 'જેવી ૫૦ કંપનીઓ જાપાનમાં છે.એમાં રોબોટ અને સેન્સર જેવી ટેક્નોલોજીમાં  તેઓ  આગળ છે. અને એનું સારું એવું માર્કેટ ઉભું કર્યું છે .

                                                      ૨૦૫૦ સુધીમાં ઝીરો કાર્બનનું લક્ષ્ય પહુચવાનો જાપાનનો ઈરાદો છે. હવામાનનો બદલાવથી જાપાન વધારે પીડિત છે. પરંતુ એનો સામનો લોકસહયોગથી કરવામાં જાપાન સફળ થયું છે.

                                                    ચીન અને અમેરિકા જેવી મહાસત્તા વચ્ચે વેપારની બાબતમાં   જાપાનએ પોતાનું સમતોલન જાળવી રાખ્યું છે. તે ઉપરાંત જાપાને અમેરિકા , સાઉથ કોરિયા , ઇન્ડિયા  અને ઓસ્ટ્રેલિયા 

સાથે ચાઇના સામે લશ્કરી અને વેપારી સબંધો વધાર્યા છે અને પોતાની સલામતી પણ વધારી દીઘી છે.

                                                    આમ જાપાન પાસે પ્રતિકૂળ સંજોગોને કેવી રીતે પોતાની તરફેણ લાવવાની કુનેહ શીખવા લાયક છે.

         

                                              ********************************** 

                                                 

                                               

                                            

                                 

                                                 

                                               

                                            

No comments:

Post a Comment