Sunday, January 9, 2022

   


અનામતની આડ અસર 

                                                              કેટલીક સગવડો લોકોના માટે આપવામાં આવે છે. પરંતુ જયારે એનો અતિરેગ થાય છેત્યારે એનો મૂળભૂત હેતુ ભુલાઈ જાય છે અને એનામાં વિકૃતિઓ આવીજય છે. ભારતના બંધારણમાં ૧૦ વર્ષ માટે પછાત જાતિઓ માટે અનામત ની જોગવાઈ કરવામાં આવી હતી  પરંતુ એને મત બેન્કનું સાધન બનાવી  રાજકારણીઓએ હંમેશને માટે રાખી લીધી છે. એનાથી  બીજી સવર્ણ જાતિઓમાં ઘણો જ અસંતોષ અને રોષ ઉભો થયો છે. એમાં અન્યાયનું તત્વ પણ ઉમેરાયું છે.

                                                                 પછાત વર્ગમાં જન્મવાથી એમને કોલેજોમાં, નોકરીઓમાં, અને બઢતીમાં આગળ હક્ક મળી જાય છે. એ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે.  ભારતની બ્રાહ્મણોની ૧ .૪ બીલીઓનોની વસ્તીમાં ઘણો જ અસંતોષ પ્રવર્તે છે. એમની માંગણી છે કે ભારતમાં અનામતને લીધે  બ્રાહ્મણોને નોકરીમાં , બઢતીમાં અને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ છે. એમની તો હવે માંગણી છે કે તેઓને થતા અન્યાયોને કારણે એમને પણ અનામત માં  મુકવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.

                                                              આથી બ્રાહ્મણો હવે તકોની શોધમાં પરદેશ ગમન કરવા માંડ્યા છે. અમેરિકા માં  એચઃ૧ બી વિઝા પર નોકરી કરવા જતા  યુવાનોમાં મોટા ભાગના  સવર્ણો  હોય છે. એ વિઝા પર અમેરિકામાં નોકરી કરતા યુવાનોમાં ૨/૩ ભારતીયો જ હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે  અમેરિકાની મોટી કંપનીઓ જેવીકે ગૂગલ , મીકરસોફ્ટ , આઇબીએમ , કે અડોબએ ના વડા બધા બ્રાહ્મણો જ છે. બીજું બ્રાહ્મણો વેપાર કરતા શિક્ષણમાં , કાયદામાં અને સાઈન્સમાં  વધારે નિપુણ નીવડે છે, એટલે એમને પરદેશમાં નોકરીની પણ સારી એવી તકો મળી રહે છે. એથી એમની ભારતમાંથી  પરદેશ ગમનની પ્રવૃત્તિઓ  વધી છે.  મૂળમાંતો ભારતનું બુદ્ધિધન પરદેશમાં ઘસડાય રહ્યું છે.

                                                           અમેરિકાના હાલ ના  ઉપ પ્રમુખ  કમલા હરીશ પણ ભારતીય મૂળના છે. તેઓ દક્ષિણ ભારતના બ્રાહ્મણ કુટુંબમાંથી આવે છે. એમની માતાને પણ અનામતનું ભૂતે હેરાન કર્યા હતા. એમને પણ બ્રાહ્મણ હોવાને નાતે કોલેજમાં પ્રવેશ મેળવવાંમા મુશ્કેલીઓ ઉભી થઈ હતી. એમણે અમેરિકામાં  સ્કોલરશીપ મેળવી હતી અને ત્યાંથી પીએચડી મેળવી. અને ત્યાર બાદ કેન્સર પર શોધ કરવામાં જીવન વિતાવ્યું હતું. 

                                                             ભારતે પરદેશોને પોતાના હોશિયાર પુત્રો આપ્યા છે પરંતુ સાથે એના જાતિવાદની પણ ભેટ આપી છે. કૅલિફૉર્નિયામાં જાતીય ભેદભાવના અસંખ્ય કેસો ભારતીયોએ કંપનીઓ સામે માંડેલા છે. 

                                                             એક વસ્તુ પણ સત્ય છે કે ભારતીયો દુનિયાની બધી પ્રજા કરતા  વધારેમાં વધારે નાણા ભારતમાં મોકલાવે છે. અનામતની આડઅસરે ભારતની  બહાર સારો એવો ફાયદો કરાવ્યો છે.

                                        **************************************

                                                              

No comments:

Post a Comment