નોબેલ પુરસ્કાર
નોબેલ પુરસ્કારનું નામ તો જગત ભરમાં વિખ્યાત છે. નોબેલ પુરસ્કાર મેળવવો એ કોઈ પણ વ્યક્તિને માટે ગર્વની વાત છે. પરંતુ નોબેલ પુરસ્કારના પ્રણેતાની કહાની પણ એટલી જ રસપ્રદ છે.
નોબેલ પુરસ્કાર માટે પોતાની સંપત્તિ નું દાન કરીને આલ્ફ્રેડ નોબેલએ એક ઉમદા દાખલો વિશ્વમાં બેસાડ્યો છે. આલ્ફ્રેડ નોબલે પાસે આટલી મોટી સંપત્તિ કેવી રીતે આવી તે પણ જાણવા જેવી બાબત છે. આલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્વીડનના સ્ટોકહોલ્મ શહેરમાં ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ માં થયો હતો. તેઓ બહુજ સંપત્તિવાન ઉદ્યોગીક કુટુંબમાંથી આવતા હતા. તેઓ રસાયનના વિજ્ઞાનિક હતા એના પ પ્રયોગો કરતા રહેતા હતા, એમાંથી એમની ફેક્ટરીમાં મોટી આગ લાગવાથી એમના ઘણા કામદારો મૃત્યુ પામયા હતા પરંતુ વધારે દુઃખની વાતા તો એમાં એના નાનાભાઈ એમીલનું દુઃખદ મૃત્યુ થયું હતું . પરંતુ ૧૮૬૭માં એમણે કરેલી ડાઇનામાઈટની શોધે એમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવી અને એમાંથી અઢળક ઘન પણ મળ્યું.
આલ્ફેડ નોબેલનું મૃત્યુ ૧૮૯૬ માં ઇટાલીમાં સાન રેમો ખાતે થયું અને એમણે કરેલા વીલ પ્રમાણે એમની સંપત્તિનો મોટો ભાગ એમણે દાન કરીદીધો હતો .એમના સગાઓ આનાથી ખુશ ન હતા પણ આલ્ફ્રેડ એ એના વીલમાં એની સાથેજ કામ કરતા એક ઈજનેર રેગનેર સોહેલમેનને એના વીલનોl એક્ઝીક્યુટેર નીમ્યો હતો જેણે નોબેલ ફોઉન્ડેશનની રચના કરી હતી અને પહેલું શાંતિ ઇનામ જિન હેન્રી ડૂનત અને ફેડ્રિક પાસીને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ફિઝિક્સ , રસાયણ , મેડિકલ ,સાહિત્ય જેવા વિષયો પર પણ ઇનામ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.
આલ્ફેડ નોબેલએ જયારે ડાયનામાઈટ ની શોધ કરી ત્યારે એ માનતા હતા કે એમની શોધ વિશ્વ યુદ્ધોનો અંત લાવશે કારણકે એનો ઉપયોગ એટલો વિનાશક હશે કે કોઈ પણ દેશ એનો ઉપયોગ કરતા ખચકાશે. પરંતુ એની આગાહી સાચી ઠરી નથી. તે છતાં યુરોપના ઉદ્યોગીક ક્રાંતિ પછી ખનીજ ઉદ્યોગ ખીલ્યો તેથી ડાયનામાઈટ એમાં ખુબજ ઉપયોગી નીવડ્યું છે.
આમતો આલ્ફ્રેડ નોબેલ બહુ સાદું જીવન જીવતા હતા. તેઓ એમના કામમાં બહુજ રોકાયેલા રહેતા અને એકલ જીવન જીવતા. તેઓ રૂઢિવાદી હતા . તેમના કામદારોની સાથે પિતા તુલ્ય વર્તન કરતા . વિજ્ઞાનની બાબતમાં હંમેશા મદદ રૂપ રહેતા. એમણે એમના ધંધાને બોફેર જેવી ફાઉન્ડ્રી ખરીદીને વધારી હતી. આજે પણ બોફેરની તોપોને ભારતીય સૈનિકો વાપરે છે.
આમ છતાં નોબેલ પ્રાઈઝ આજે પણ વિવાસ્પદ રહ્યું છે. મહાત્મા ગાંધીનું નામ ઘણીવાર નોમિનેટે થવા છતાં એમને એ પ્રાઈઝ આપવામાં આવ્યું નથી. પરંતુ ૧૯૩૯ માં એડોલ્ફ હિટલરને નોમિનેટે કરવામાં આવ્યા હતા. તે છતાં નેલ્સન મંડેલા, માર્ટિન લ્યૂથર કિંગ અને મધર ટેરેસાને આપવામાં આવેલા ઇનામોને વિશ્વે બહુમતીથી સ્વીકાર્યા છે. એવી જ રીતે કવિ રવીન્દ્રનાથને સાહિત્યમાં અને સી વી રામનને વિજ્ઞાનમાં મળેલા ઇનામોને ભારતીયો લોકોએ અને વિશ્વ એ ગર્વથી વધાવ્યા છે.
એક વાત તો સત્ય છેકે વિશ્વના શ્રેષ્ટ લોકોને માન આપવામાં નોબેલ પ્રાઈઝ અગત્યનો ભાગ ભજવ્યો છે.
*****************************************