એલન મસ્ક- બ્રહ્માંડનો માનવી
જે વ્યક્તિને આખા બ્રહ્માંડ મંડળમાં રસ હોય એને બ્રહ્માંડ માનવીનું જ પદ આપી શકાય. જેને સોલાર સિસ્ટમથી માંડીનેતે અવકાશ અને ગ્રહો પર વિહરવું છે એવા એલન મસ્ક માનવી છે. દુનિયામાં જે અસંભવ વસ્તુઓ છે એમાં એલન મસ્ક ઝુકાવીદે છે.
મસ્કએ ઇલેકટ્રીક કારથી માંડીનેતે રોકેટ સુધીના ઉદ્યોગોમાં ઝંપલાવેલું છે. એમને ઇલેક્ટ્રિક મોટર કાર ડ્રાઈવર વગરની બનાવી દુનિયાને કાર્બન મુક્ત બનાવવી છે. ' નાસા ' બાદ માનવીઓને અવકાશમાં સહેલ કરાવવાનું બીડું એમણેઝડપેલું છે. એમાં એમની ' સ્પેસ એક્સ ' કંપની આજકાલ કામ કરી રહી છે.
એમની બીજી એક કંપની' સ્ટાર લિંકે ' અવળકાશમાં ૧૮૦૦ સેટેલાઇટ મોકલાવીને ઇન્ટરનેટની રચના કરી રહી છે. સ્પેસમાં ઈન્ટરનેટ ઉભું થવાથી દુનિયાને અદભુત ભેટ મળવાની છે.
એમની એક કંપની 'નેયુરલિન્ક ' એવી શોધ કરી રહી છેકે મગજના નેયુરોનને ઇમ્પ્લાન્ટ કરી શકશૅ. એ સ્વાસ્થ્ય માટે મોટામાં મોટી ભેટ હશે.
બોરિંગ કંપની એક એવી ટનલ બનાવી રહી છે જે ટ્રાફિક ની મોટી સમસ્યાને હલ કરવા પ્રયત્ન કરી રહી છે.
એલન મસ્ક મોટા ' સ્ટાર શિપ' રોકેટ દ્વારા માર્સ પર પહોંચવા માંગે છે. એમની એ મોટી છલાંગ છે. તેઓ આગળ જતા લોકોને પણ ત્યાં લઇ જવા માંગે છે.
થોમસ એડિસનની જેમ તેઓ તેમની કોઈ પણ તેમની કલ્પનાને સ્વરૂપ આપવા માંગે છે. તેઓ દરેક સમસ્યાના ઊંડાણમાં જઈને ફિઝિક્સના સિદ્ધાંતો લાગુ કરે છે. તેઓ તેમના સાથીઓમાં પણ અસંભવ વસ્તુઓને સંભવ બનાવવામાં પ્રેરણારૂપ બની રહે છે.
એમણે કુદરતની અજાયબીમાં ક્તુહલતા છે. એમણે દુનિયાના જીવનને આનંદમય બનાવી અવકાશની મુસાફરીને સામાન્યબનાવવી છે. એમણે આર્ટિફિશ્યલ ટેકનોલોજીનો ઉપયોગ લોકોના સારા માટે કરવો છે, એલન મસ્કનો કુદરતની અજબ કરામતને એમના સંધોધનો અને રચનાઓ દ્વારા ઉકેલવા ઉમદા પ્રયાસો છે. એથી જ એમની માતા એને નાનપણથી બુદ્ધિશાળી કહેતી આવી છે.
**************************************************
No comments:
Post a Comment