પક્ષીઓની જેમ વિહરું આકાશે---
કવિઓએ પોતાની કવિતાઓમાં પક્ષીઓની જેમ આકાશની મોજ માણવા માટે ઘણું લખ્યું છે. પક્ષીઓ વિવિધ રંગોમાં આકાશમાં વિહરે છે અને હજારો માઈલની મુસાફરી કરી એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પ્રવાસ કરતા હોય છે એ જોઈને કદીક આપણને ઈર્ષા પણ આવે છે.
નળ સરોવરમાં કે પછી કચ્છના પાણી વાળા રણ પ્રદેશમાં અમુક ઋતુઓમાં ઉત્તરી આવે છે ત્યારે વિવિધ રંગી એ પક્ષીઓને જોવા માટે લોકસમૂહ ભેગો થાય છે અને વિચારે છે કે આવા સુંદર પક્ષીઓને ઉડવાની શક્તિ આપીને ભગવાને ગજબ કરી છે. ત્યારે પ્રશ્ન થાયછેકે પક્ષીઓ હજારો માઈલની મુસાફરી કેવી રીતે કરતા હશે?
એના માટે પક્ષીઓની શારીરિક શક્તિ વિષે જાણવાની જરૂર છે. પક્ષીઓની શ્વાસોશ્વાસ લેવાની શક્તિઓ એટલી પ્રબળ હોય છે કે તેઓ ઉંચાઈએ હજારો માઈલ ઉડી શકે છે. પંખીઓના હાડકાઓમાંથી પણ હવા મળે છે .અને એ હવા નાના મોટા અને ખોપરીઓમાં હાટકાઓમાં પણ હોય છે. પક્ષીઓને બે ફેફસા હોય છે જે નસો વડે હવા છાતી અને પેટને પણ પૂરીપાડે છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ સારું એવું હોય છે જે એમની ઉડવાની શક્તિમાં વધારો કરે છે. એનાપરથી જાણી શકાય છે કે જે લોહી પક્ષીઓના ફેફસામાંથી નીકળેતે એકદમ વધારેને વધારે ઓક્સિજનનું પ્રમાણ લઈને નીકળે છે જે પક્ષીઓને લાબું અને ઊંચું ઉડાનની શક્તિઓ આપે છે.
કુદરતની કરામતએ દરેક પશુ પક્ષી અને માનવી માટે એમની જરૂરિયાત પ્રમાણે શારીરિક સગવડો પુરી પડી છે એ અદભુત છે .
****************************************
No comments:
Post a Comment