Wednesday, March 9, 2022

 


સ્નેહનો ફૂવારો-ભાભી 

                                   દુનિયામાં અનેક જાતના ગાઢ પ્રેમ સબંધો હોય છે, જેનો ઉલ્લેખ  ઘણા શાસ્ત્રો અને ધાર્મિક પ્રવચનોમાં પણ  ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમકે પતિ અને પત્નીનો, ભાઈ અને બહેનોનો પ્રેમ  સબન્ધો.એ બધામાં વધારેમાં વધારેમાં  માતા કે પછી પિતાના સંતાનો પ્રત્યેના  પ્રેમ સંબંધોની  વાતો કરવામાં આવી છે. આ બધામાં સ્ત્રીના  પ્રેમની વાતો સામાન્ય  હોય છે. લોહીના સંબંધોમાં પ્રેમ કુદરતી રીતે ખીલે છે.

                         લોહીના સંબંધોની  બહાર  સમાજમાં જે સ્ત્રી પુરુષના સબંધો  હોય છે તે મુશ્કેલ ભર્યા હોય છે. એમાં કુટુંબમાં  દિયર ભાભીના સબંધો ઘણા પવિત્ર  અને  સ્નેહ  ભર્યા હોય છે. એને પણ સમાજ એની પોતાની દ્રષ્ટિએ જુદી જુદી રીતે અને કદીક વિકૃતતાથી જુએ છે. આવા ઘણા દાખલા છેકે જેમાં ભાભીને પોતાના નાનાભાઈ જેવા દિયરને પ્રેમની હૂંફ આપવા માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. 

                           કુટુંબમાં   માતા પિતાનું અનોખું સ્થાન  હોય છે પરંતુ  એમનું કસમયની વિદાય મોટાભાઈ અને  એમની પત્ની પર કુટુંબની જવાબદારી આવી પડે છે ત્યારે ભાભીની ભૂમિકામાં  માતાની ભૂમિકા પણ આવી પડે છે. એને પતિના નાના ભાઈ બહેનોની  કાળજી લેવાની જવાબદારી આવીપડે છે. અને ત્યારે ભાભીનો પ્રેમ અને સ્નેહ એના દિયર પ્રત્યે સજાગ વધુ થાય છે. સામાન્ય સંજોગોમાં પણ કુટુંબમાં જે  વાત કોઈ માતા પિતા , કે ભાઈ બહેનને ન  કહી શકાય તે ભાભીને કહી શકાય છે. કારણકે એ વડીલ છે પણ મિત્ર સમાન પણ બની રહે છે. ઘણા કુટુંબોના વિકટ પ્રશ્નો  વડીલ ભાભીના દ્વારા જ  ઉકેલ લાવવામાં આવે છે  એમાં દિયર ભાભીના સબન્ધો પણ બાકાત નથી. આથી જ દિયર ભાભીના સબંધોને પ્રેમ ભર્યા કહેવા સાથે સ્નેહ ભર્યા કહેવા વધુ ઉચિત રહેશે કારણકે એમાં પવિત્રતા  અને  નિર્દોષતા વધુ ટપકે છે. એટલા માટે  કહેવાય છે કે -

ભાભીના સ્નેહનો અનોખો ---

ભાભીના સ્નેહનો અનોખો છે રંગ 

સાત રંગોમાંનો કોઈના એમાં  રંગ 

એમાં માતાનું વ્હાલ અને રાખીનો પ્રેમ છે

મિત્રોની મિત્રતાનો એમાં  સુગંધ છે

દિયેર ભોજાઈનો પ્રેમ  નિર્મળ સ્નેહ છે 

જશોદાને કાના જેવો એ પ્રેમ છે 

ભાભીના સ્નેહનો અનોખો ---

ભારત દેસાઈ .

                                                 ***************************


  

No comments:

Post a Comment