ધર્મને નામે
ધર્મના નામ પર ધર્મગુરુઓ, મૌલાનાઓ અને પાદરીઓએ દુનિયામાં ઘણી ખોટી વસ્તુઓ ચલાવે રાખે છે અને લોકોમાં ઝેર ઉત્પન્ન કરવામાં આવે છે એ આપણી કમનસીબી છે. મોટા ધર્મ યુદ્ધો થયા છે જેમાં લાખો લોકોના જાનો ગયા છે. બે કોમો વચ્ચે હુલ્લડો પણ થયા છે. તે ઉપરાંત ધર્મને નામે ખોટી પ્રથાઓ પણ દાખલ કરી દેવામાં આવી છે એ વાહિયાત હોય છે. શુસ્ક અને નકામી બાબતો પણ લોકો લડી મરે છે. આ બધું પરમાત્માને પામવા માટેની જુદી જુદી પદ્ધતિને નામે એટલે કે ધર્મોને નામે ચાલે છે.
આખરે વિવિધ ધર્મો નું ધૈય એકજ હોય છે. પરંતુ એને જુદી જુદી રીતે રજુ કરવામાં આવે છે. ટૂંકમાં ઇસ્લામમાં કહેવામાં આવ્યું છેકે ' એની આગળ કઈ નથી. એની બાદ કઈ નહિ થાય .જે દેખાય છે અને જે નથી દેખાતું તે પણ છે. જેમ કે ચંદ્રમાની એકબાજુ દેખાય છે. પરંતુ એની પાછલી બાજુ પણ કૈંક છે.
વેદો કહેછેકે ' જેનો આજ નહિ અને અંત નહિ , એટલેકે' આદિ નહિ કે અંત નહિ '. વ્યક્ત છે અને અવ્યક્ત પણ છે. પરંતુ એ બધાને જાણનારો પરમાત્મા છે. પરમાત્મા નિરાકાર છે એથી એની કોઈ મૂર્તિ બની શકતી નથી. પરંતુ મૂર્તિ પુંજામાં માનવીની પરમાત્મા માટેની ભાવના સમાયેલી છે પરિણામ લાવી શકે છે.
બાઇબલ કહે છે કે જે શુષ્ક બાબતો માટે આપણે લડીએ છે એ તરીકે જ આપણે પરમાત્માને જાણીયે છીએ.
શુફીઓ અને ફકીરો આત્માને જ 'અહં બ્રહ્મ અસ્મિ ' એમ સમજે છે. આમ દરેક પંથ પરમાત્માને પોતપોતાની રીતે પરમાત્માને ઓળખે છે.
હિન્દૂ સમાજમાં સતી પ્રથામાં ધર્મના નામે અધર્મ ચલાવવામાં આવતો હતો જેને નાબૂદ કરવામાં આવી છે. આવી ઘણી અધાર્મિક પ્રથાઓ વિવિધ ધર્મમાં ધર્મને નામે ચલાવવામાં આવે જેનો સમાજ સેવકો અને સુધારકો દ્વારા વિરોધ કરીને દૂર કરવામાં આવે છે.
ટૂંકમાં ધર્મને નામે ધર્મગુરુઓએ કેટલી અધર્મી પ્રથાઓ દાખલ કરી લોકોને અંદર અંદર લડાવી મારે છે. એ પણ એક લોકોની કમનસીબી છે. કોઈ પણ ધર્મમાં પરમાત્માને નામે અધર્મ ફેલાવવાની કોઈ જોગવાઈ નથી એ સત્ય છે. પરંતુ વિશ્વમાં જે વેરઝેર અને હિંસા લોકોમાં ચાલે છે એમાં ધર્મ ગુરુઓનો જ ફાળો હોય છે. એ બધું ધર્મને નામે જ ચાલતું હોય છે.
*************************************