વિજ્ઞાનની નવી દોડ
અનિયમિત રીતે વધારે પડતું ખાવાથી શરીરની સ્થૂળતામાં વધારો થાય છે. વધારે પડતી ભૂખ પણએક રોગનો નિર્દેશ કરે છે. એના માટે વિજ્ઞાનીકોએ મગજમાં એકભાગને જેને સેરેબેલમ તરીકે ઓળખી કાઢ્યો છે જે વધારે પડતા ખાવાની વૃત્તિને કાબુમાં રાખી શકે છે. એ ભાગ મનુષ્યના લાગણી અને એની વર્તણુક પણ સારો એવો પ્રભાવ ધરાવે છે. એ માટે ઉંદરના મગજના એ ભાગ પર ન્યુટ્રોનને એકટીવ કરવાનો પ્રયોગ વિજ્ઞાનીકો દ્વારા પ્રથમ કરવામાં આવ્યો હતો .જે લોકો વધારે પડતું ખાવાની આદત હોય છે એ લોકોના મગજના એ ભાગમાં કોઈ ઉણપ હોય છે . આથી ઘણા પ્રયોગો બાદ વિજ્ઞાનીકોએ પ્રશ્નને હાલ કરવા માંગે છે.
એક એવો પ્રશ્ન થાય છે કે રણપ્રદેશમાં જ્યાં હવામાન એકદમ વિષમ હોય છે. એટલેકે સખત ઠંડી , સખત ગરમી અને વરસાદ પણ ભાગ્યેજ હે છે એવા વિષમ પ્રદેશમાં કેટલાક જંગલી વિજ્ઞાનિક છોડો ઉગે છે એ કેવી રીતે બની શકે છે ? એની પાછળ પણ વિજ્ઞાનીકો સંધોધન કરી રહ્યા છે. વિજ્ઞાનીકોનું માનવું છેકે રણપ્રદેશના જંગલી છોડોના મૂળિયામાં એવા બેક્ટરિયા હોયછે જે વિષમ હવામાનમાં પરિસ્થિતિમાં નાઇટ્રોજન ઉત્પન્ન કરી ઉજ્જડ પ્રદેશમાં છોડને ઉગવામાં મદદ રૂપ બનેછે. તે ઉપરાંત કેવી જાતનું જિન એવા જંગલી છોડમાં હોય છે એના પર પણ વિજ્ઞાનીકો સંધોધન કરી રહ્યા છે. એ શોધને અંતે કોઈ પણ છોડને અતિ વિષમ હવામાનમાં પણ ઉગાડી શકાશે. બદલાતા હવામાનનના જમાનામાં આવા સંધોધનો બહુ જ ઉપયોગી નીવડશે .
જ્યારે માનવી શરીર પર ઘા પડ્યો હોય અને એમાં સડો ખરાબ બેક્ટરિયાને લીધે વધી જાય, અને એની જાણ વખતની અંદર ન થાય તો એ જીવન માટે ભયજનક બની રહે છે. એના માટે વિજ્ઞાનિકોએ સેન્સર ચિપ શોધ કરીછે જે ઘા ઉપર પાટા સાથે લગાડી રાખવામાં આવેછે. જે સ્માર્ટ ફોન દ્વારા વખતો વખત સડાની માહિતી આપતી રહેશે . આમ ઘણા જીવનો બચી જશે. કેટલાક વિજ્ઞાનિકઓ હાઈ ટેક ઇમેજિંગ દ્વારા ઘા ના સડાને નિયમન કરવા પ્રયત્નો કરી રહ્યા છે .
આમ વિજ્ઞાનીકો સસત કોઈને કોઈ નવા સંધોધન પાછળ પડેલા છે આથી આજનું સંધોધન એ કાલ જૂનું થઇ રહે છે.
******************************************