વિજ્ઞાન અને વિજ્ઞાનિકઓ
ઘણા વિજ્ઞાનીકો એમની સંધોધન લેબમાં ઘણો ખરો સમય પસાર કરે છે. એ લોકો કેટલાક કલાક ઊંઘે છે એમને પણ ખબર નથી હોતી. તેઓ એમના ધેયની પાછળ ઘેલા હોય છે.
પ્રખ્યાત વિજ્ઞાનિક થોમસ આલવા એડિશન પણ એટલું કામ કરતા કે માત્ર ચાર કલાક જ ઊંઘ લેતા પણ કદીક ઝોખા ખાઈ લેતા . એ માનતાકે ઊંઘ એ સમયનો વ્યય છે. આથી તે બે હાથમાં બોલ પકડી ને સુઈ જતા જેથી જેવી ઊંઘ આવે એટલે પેલા બોલ હાથમાંથી નીચે પડે અને એમને જગાડી દે . જેથી જે ઉમદા વિચારોને ઊંઘમાં ગુમાવી દઈએ છે મેળવી શકાય. આ એડિશનના વિચારો હતા.
હવેના સંધોધનો કહે છેકે નવા સંધોધનોના વિચારો જયારે માનવી ઝોકાના સમયે આવી જાય છે એ વધુ મહત્વના અને ઉપયોગી હોય છે. એટલેકે ઊંઘમાં પડવા પહેલાના વિચારો ઉપયોગી અને ઘણા નવ નિર્માણ કરનારા હોય છે.
આના અનુસંધાનમાં ઘણા વિકટ ગણિતના પ્રશ્નો એવા લોકોને આપવામાં આવ્યા હતા જેઓ હળવીઊંઘોમાંથી પસાર થયા હોય . એમને માટે એવા પ્રશ્નોને ઉકેલવામાં વધુ સરળ પડતું હોવાનું જણાયું હતું.
એવું પણ કહેવામાં આવે છે કે એડિશનની માન્યતાનો ઉપયોગ સિકંદર અને એલ્બર્ટ ઈન્સ્ટાઇને પણ કર્યો હતો. કલાકારોની કલાઓ પણ એ રીતથી ખીલી ઉઠે છે એમ માનવામાં આવે છે. એવા સમયમાં મગજના તંતુઓ પણ લાખો અને કરોડોમાં ફેકાય છે જેમાંથી નવ સર્જનના વિચારો ઉત્પન્ન થાય છે.
આમ વિજ્ઞાનીકો દ્વારાજ એક વધુ સંધોધન બહાર આવ્યું છે. વિજ્ઞાન ક્યાં જઈને અટકશે એ એક પ્રશ્ન ઉભો છે?
**************************************
No comments:
Post a Comment