પ્રથમ બ્લેક સ્ત્રી ન્યાયમૂર્તિ - અમેરિકાની ઉચ્ચ ન્યાયાલયમાં
સદીઓ પહેલા અમેરિકામાંથી ગુલામી પ્રથા નાબૂદ કરવામાં આવી હતી. તે વખતે આંતરિક યુધ્દ્ધમાંથીઓ અમેરિકાએ પસાર થવું પડ્યું હતું. અબ્રાહમ લિંકને તે વખતે એમની બહુજ જાણીતા વ્યક્તવ્યમાં કહ્યું હતું કે 'આપણા બંધારણે સ્પષ્ટ કહ્યું છે કે બધાજ માનવો સમાન હક્કોને પાત્ર છે. ' પરંતું એને અમલમાં મૂકવું એટલું સહેલું પણ નહોતું. હવે અમેરિકા ધીમે ધીમે સાકારત્મકરીતે આગળ વળી રહ્યું છે. આજે કમલા હેરિસ જે ઇન્ડિયન અમેરિકન મૂળ ધરાવે છે એ અમેરિકાના ઉપપ્રમુખ પદે પહોંચ્યા છે. અમેરિકાને બારાક ઓબામા જેવા એક અશ્વેત પ્રમુખ પણ મળી ચુક્યા છે.
હવે એક અશ્વેત સ્ત્રી જજ કેતનજી બ્રોઉન જેકસનને સુપ્રીમ કોર્ટના જજ તરીકે અમેરિકી પ્રમુખે નિમણૂંક કરવાની દરખાસ્ત કરી છે. એ સુપ્રીમ કોર્ટની પ્રથમ અશ્વેત મહિલા જજ હશે. અમેરિકાના બંધારણની જોગવાઈઓ પ્રમાણે જજ જેકસનને નિમણુંક પહેલા સેનેટ જ્યુડીસરી કમિટી સમક્ષ હાજર થઇ એમની ચકાસણી માંથી પસાર થવું પડે છે.
આમતો જજ જેકસન ની કારકિર્દી જજ તરીકે સ્વચ્છ છે. તે ઉપરાંત તેઓ શિક્ષણિક રીતે પણ યોગ્ય છે. તે છતાં તેઓ અશ્વેત છે અને સ્ત્રી છે એટલે એમને કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડશે. એમને કેટલાક કાલ્પનિક કે પછી અશ્વેત પ્રત્યેના જાતિ પૂર્વગ્રહને લીધે એમની લાગણી દુભાઈ હોય એવા પ્રશ્નોનો પણ જવાબ માનસિક બેલેન્સ રાખીનેઆપવા પડ્યા છે. ટૂંકમાં પ્રશ્ન દ્વારા એને ઉશ્કેરવા અને પછી એમના ક્રોધને ગુસ્સાભરી અશ્વેત સ્ત્રી ઠરાવીને એની બધી મહેનત પર પાણી ફેરવી નાખવું . જેથી એમની નિમણુંક ખોરંભે ચડી જાય એવી પણ કેટલાક સભ્યોની વૃત્તિ હોય છે.
હજુ પણ કેટલાક અમેરિકાનો પોતાને અશ્વેતો કરતા ચડિયાતા સમજે છે એમાંથી બહાર આવતા અમેરિકાને કેટલાએ વર્ષો કાઢવા પડશે. હજુ પણ અમેરિકી અશ્વેત સમાજ મને છેકે 'એમને અડધું મેળવવા બે ગણું કામ કરવું રહ્યું.' એક સારી નિશાની એ છેકે ' કેટલાક સ્વેત અમેરિકનો અશ્વેતોને આવા ઉચ્ચ પદ પર પહોંચવા માટે અભિનંદન પણ આપી રહયા છે.
**************************
No comments:
Post a Comment