સુખની ચાવી
લોકો સુખને માટે આમતેમ ભટકતા હોય છે જયારે સુખ તો આપણી નજીક અને આપણા હાથમાં જ છે. એ બાબતમાં આપણી પોતાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે.
આથી દરેકે સુખ માટે પોતાની જાતનું જ અવલોકન કરવું જરુરી છે. પોતાની જાતને સુધારવાનો અને સારા બનાવવાની પ્રયત્ન કરવો જોઈએ. લોકોની બાબતમાં વધારે ધ્યાન આપવાથી દૂર રહેવું જોઈએ. લોકોની પંચાતમાં પડી પોતાની શક્તિને વ્યર્થ કરવાથી વ્યક્તિની બેચેની વધી જાય છે અને દુઃખ પણ વધી જાયછે . આથી સુખી થવા માટે એ વિચારસરણી છોડી દેવી જોઈએ.
આપણને ગુસ્સો આવે છે ત્યારે આપણને ખુબ દુઃખ થયું હોય છે. આથી ગુસ્સા પરકાબુ રાખવો જોઈએ. ગુસ્સામાં અપશબ્દો પણ બોલાઈ જવાય છે. જે આવકારદાયક નથી. તે ઉપરાંત ગુસ્સો ઊતરી જાય ત્યાર બાદ જે સંબંધમાં નુકશાન થયું હોય છે તેનો ખ્યાલ આવે છે. અને પછી દુઃખ વધી જાય છે. આથી ગુસ્સાથી દૂર રહેવું જોઈએ અને એના પર કાબુ રાખવો જોઈએ. ગુસ્સા પર કાબુ એ પણ સુખનો એક રસ્તો છે.
ઘણા કહે છેકે પોતે ભૂલ કરીને શીખવા માંગે છે. ઘણી ભૂલો એવી હોય છે કેજીવનને દુઃખથી ભરી દે છે. એના કરતા બીજાની ભૂલમાંથી શીખવું જરૂરી છે જેથી બીજાએ કરેલી ભુલોનું પરિવર્તન કરી પાતાના જીવનને દુઃખી ન કરીએ. આથી સુખી થવા માટે બીજાની ભૂલોથી શીખવું જરૂરી છે.
પોતાના દુઃખનું વિવરણ બીજાને કરવાથી કઈ ફાયદો નથી. લોકોતો તમારા દુઃખમાં ટીકા કરશે અથવાતો મફતમાં સલાહ આપશે પણ એ તમારી સમસ્યાનું નિવારણ નહિ લાવી શકે. તમારા દુઃખમાં પણ વધારો થશે. આથી દુઃખની સમસ્યા માણસે પોતે જ શોધવી જોઈએ એજ દુઃખનો ઉકેલ છે.
લોકો સાથે વાત કરવામાં યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો જરૂરી છે. અયોગ્ય શબ્દો લોકો સાથે તણાવ વધારી દે છે. અને દુઃખનો પાયો નાખે છે. સારા શબ્દોનો ઉપયોગ સદભાવના ઉત્પન્ન કરે છે અને સમસ્યાના ઉકેલ તરફ લઇ જાય જાય છે. અને સુખની ચાવી રૂપ બની રહે છે.
આમ સુખની ચાવી આપણા હાથમાં જ હોય છે.
********************************************************