સરળ નિદ્રાના ઉપાયો
આજના હરીફાઈવાળા અને એકદમ ધમાલિયા જીવનમાં માનવીઓમાં માનસિક તણાવ વધી ગયો છે એની અસર એના ઊંઘ પર થાય છે . જે જીવનમાં શારીરિક તકલીફો ઉભી કરી દે છે. નિદ્રા એલ એવી વસ્તુ છે જે માનવીને જીવનના બોજામાંથી રાહત આપી નવ શક્તિ અર્પિત કરે છે. એથી જરુરુયાત પ્રમાણે માનવીએ નિદ્રા લેવાની જરુરુયાત છે. આજકાલ મોટામાં મોટી તકલીફ અનિદ્રાની છે જેણે માનવી જીવનની વિટંબણાઓ વધારી દીધી છે.
આથી તંદુરસ્ત ઊંઘ માટે સુવાનો અને ઉઠવાનો વખત નિશ્ચિત કરવાની જરુરુયાત છે . એને નિયમિત કરવાથી ઊંઘ આવવામાં મુશ્કેલી ઓછી થાય છે. સૂતી વખતે પથારીમાં પડી વિચારોમાં વિહરતા રહેવાથી ઊંઘ ઉડી જાય છે. એવા સંજીગોમાં ઉભાથઈ થોડીવાર પછી ઊંઘવાનો પ્રયત્ન કરવો જોઈએ . બીજું ઊંઘને કઈ કામ નહિ હોઈ તો લેવાની વૃત્તિ પણ છોડી દેવી જોઈએ. એટલેકે યોગ્ય વખતે જ સુવા જવું જોઈએ. ઊંઘને દૈનિક કાર્યકમમાં એક ભાગરૂપ લેવો જોઈએ.
૬ કલાકથી ઓછી ઊંઘ હાર્ટ અને માનસિક અસ્થિરતા ઉભી કરે છે.૭ કલાકની સતત ઊંઘ એ તંદુરસ્ત ઉંફહ ઘણાય છે. પરંતુ એ પણ વ્યક્તિની જરૂરિયાત પર આધાર રહે છે. વધારે પડતી ઊંઘ પણ જીવનમાં આળસ અને બેચેની ઉભી કરે છે.
એટલા માટે જીવનમાં નિયમિતતા ઊંઘને પણ નિયમિત કરે છે. જે જીવનને તંદુરસ્ત અને આનંદમય બનાવે છે. જીવનને સુખથી ભરી દે છે.
***************************************
No comments:
Post a Comment