અફગાનિસ્તાન ફરીથી અંધકારમાં
અફઘાનિસ્તાન એટલેકે મહાભારતકાળમાં એને ગાંધાર તરીકે ઓળખાતું હતું. એ કૌરવોનું મોસાળ હતું. ગાંધારી એટલેકે દુર્યોધનની માતાનું પિયર અને મહાભારતના મહાવિલન શકુનિનું રાજ્ય હતું. આજે પણ અફગાનિસ્તાનમાં ગાંધાર પ્રાન્તનું અસ્તિત્વ છે એ બતાવે છે કે ત્યાં સુધી હિન્દૂ વૈદિક સંસ્કૃતિ ફેલાયલી હતી. એ અફઘાનિસ્તાન આજે દયામય સ્થિતિમાં જીવી રહ્યું છે. જ્યારથી મુસ્લિમોએ એનો કબ્જો લીધો અને સનાતન હિંદુઓને ત્યાંથી ભાગવું પડ્યું ત્યારથી ત્યાં હિન્દૂ સંસ્કૃતિનો નાશ કરવામાં આવ્યો અને ત્યારથી અફગાનિસ્તાનની પનોતી બેઠી છે.
ત્યાંના રાજવીઓ વારંવાર ભારત પર આક્રમણ કરતા રહયા અને લૂંટફાટ કરતા રહ્યા. એમાં શાહબુદ્દીન ઘોરી, મહમૂદ ગઝનવી , અને છેલ્લે મોગલો પણ ત્યાંથીજ ભારતમાંઆવી સૈકાઓ સુધી ભારત પર રાજ કરતા રહ્યા. તે છતાં આજે પણ અફઘાનિસ્તાન ગરીબીમાં સબળી રહ્યું છે. અફઘાનિસ્તાન આમતો ડુંગરાળને રમણીય પ્રદેશ છે પરંતુ એની મુશ્કેલ ડુંગરાળ ભૂમિ કોઈ પણ બહારના પ્રદેશના લોકોમાટે એના પર પ્રભુત્વ જમાવવાનું મુશ્કેલ બનાવી દે છે. એમાં આધુનિક કાળમાં રશિયા અને અમેરિકાને પણ એનો અનુભવ થઇ ચુક્યો છે.
એમાં અફઘાનિસ્તાનમાં યોજાયેલા આંતકવાદી કાવતરામાં અમેરિકાના કેટલાએ વિસ્તારોને નુકશાન કરવામાં આવ્યું હતું. અને ન્યૂયોર્કના વર્લ્ડ સેન્ટરનો પણ નાશ કરવામાં આવ્યો હતો. તે વખતે પણ અફઘાનિસ્તાનમાં કટ્ટર તાલિબાનો રાજ કરતા હતા. એનો નાશ કરવા અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કરી એમાં લોકશાહી સરકારની સ્થાપના કરી. પરંતુ અમેરિકા પણ અફઘાનિસ્તાન માં વધુ સમય અંકુશ રાખી ન શક્યું અને એને અફગાનિસ્તાનને છોડી જવું પડ્યું. અને આખરે તાલિબાનોએ ફરીથી અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો.
આમ અફઘાનિસ્તાનમાં લોકો અત્યારે ફરીથી કટ્ટર ઇસ્લામીવાદીઓને હાથે ગરીબાઈ અને જુલમો વચ્ચે જીવી રહયા છે. સ્ત્રીઓની સ્થિતિ બહુજ દયાજનક છે. લોકો ભૂખે મારી રહયા છે. ત્યાંની સરકારે સેકન્ડરી શાળાઓ છોકરીઓ માટે બંધ કરી દીધી છે. એમાં છોકરીઓના શાળા પહેરવેશ પણ નાખુશી જાહેર કરી છે. અફઘાની સ્ત્રીઓ પુરુષો વગર બહાર નીકળી શકતી નથી એટકે એમના માટે નોકરી કરવાની તક પણ નથી. તે ઉપરાંત તેઓ હોસ્પિટલ કે બજારમાં ખરીદી કરવા જય શકતી નથી. આથી સ્ત્રી સ્વાતંત્રતા અને એમના શિક્ષણને તાળા મારી દેવામાં આવ્યા છે. સ્રીઓ માટે પાર્કમાં પણ અલગ જગ્યા કરી દેવામાં આવી છે એના માટે અનાચાર ન થાય એવું કારણ આપવામાં આવ્યું છે. સરકારી નોકરોને અફઘાન પહેરવેશ પહેરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. અને દરેક પુરુષને સરકારી દફતરોમાં દાઢી રાખવાની ફરજ પાડવામાં આવી છે. આમ સ્ત્રીઓને ઘરે જ બેસાડવામાં આવી છે.
પરદેશી ટીવી ચેનલો બંધ કરી દેવામાં આવવી છે.એટલે કે દુનિયાથી અફઘાનિસ્તાનને અલગ કરી નાખવામાં આવ્યું છે .ટૂંકમાં અફઘાનિસ્તાનમાં જુલમ અને હિંસાનું વાતાવરણ ઉભું કરી દેવામાં આવ્યું છે.
નાણાંકીય રીતે પણ અફઘાનિસ્તાન મુશ્કેલીમાં છે, વલ્ડ બેન્કે પણ ૬૦૦ મિલિયન ડૉલર્સની સહાય અટકાવી દીધી છે. કોઈ પણ નાણાકીય સહાય શરત વગર આપવા કોઈ તૈયાર નથી. પરંતુ નાણાં વગર અર્ધું અફઘાનિસ્તાન ભૂખે મરી રહ્યું છે. સ્ત્રીઓને એમને હક્કઓ આપવા માટે કટ્ટરવાદીઓ તાલિબાનો કદી તૈયાર નહિ થાય. ફક્ત તાલિબાનોમાંના ઉદારવાદી તત્વોને મદદ કરવાથી જ અફઘાનિસ્થાનની સ્થિતિ સુધારી શકાય એમ છે. પરંતુ અફઘાનો અત્યારે ગરીબી અને દયામય સ્થિતિમાં તાલિબાન રાજમાં જીવી રહ્યા છે.
કટ્ટર ધર્માનતા મનુષ્યને શિક્ષણ , સમૃદ્ધિ , અને ખોરાક આપી શકતી નથી એ જીવનનું એક સત્ય સમજવા તાલિબાનોમાં સમાજનો અભાવ છે.
*************************************
No comments:
Post a Comment