તંદુરસ્તીનું રહસ્ય
આપણામાં કહેવાય છે કે સૌથી પહેલું સુખ એ શરીરની તંદુરસ્તીને જાય છે. પરંતુ આજકાલ જીવનની ભાગદોડમાં એને અવગણમાં આવે છે અને લોકો જાતજાતના રોગોથી પીડાઈ રહયા છે.
આથી આપણે શરીરના દરેક અંગ તંદુરસ્ત રહે એ માટે કાળજી લેવી જોઈએ. જેમકે બ્રેઈન માટે આઠ કલાકની ઊંઘ તદ્દન આવશ્યક છે. પૂરતી ઊંઘને અભાવે ઘણા મોટા રોગો થવાને સંભવ છે. તે ઉપરાંત આખો દિવસ બેચેની અને આળસ ઊંઘના અભાવે જ ઉદ્ભવે છે.
પગના તળિયાને રાત્રીએ સુતા પહેલા તેલથી માલિશ કરવાથી આંખો સારી રહે છે અને આંખોની તંદુરસ્તી પણ સુધરે છે.
નાકને માટે મિન્ટ એક અકસીર ઉપાય છે એટલા માટે દિવસમાં મિન્ટ ખાતા રહેવું જોઈએ.
આજકાલ તો ફેફસાને તંદુરસ્ત રાખવા માટે સિગારેટ પીવાની મનાઈ કરવામાં આવે છે અને એના માટે જબરજસ્ત આંદોલન પણ ચાલે છે. મીઠું હાર્ટ માટે તદ્દન નુકશાનકારક છે. એટલા માટે તબીબો મીઠું ઓછું ખાવાની તાકીદ કરે છે.
વધારે પડતા ચરબી વાળા પદાર્થો ખાવાથી લીવરને નુકસાન થાય છે. અને ઠંડા પીણાઓ પેટને પણ નુકસાન કરે છે.
જંક ખોરાક આંતરડાઓને નુકસાન કરે છે આથી લીલા શાકભાજીઓ ખાવાથી આંતરડાઓની પાચન શક્તિ વધે છે. વધારે પડતું ખાવાથી પેન્ક્રિયાસને પણ નુકસાન થાયછે.
કિડની એ શરીરનું બહુજ નાજુક અંગ છે એથી એની તંદુરસ્તી માટે દિવસભર સારું એવું પાણી પીવું જોઈએ. રાતના સુતા પહેલા પિશાબ કરીને જ સૂવું જોઈએ. તે ઉપરાંત રાત્રી દરમિયાન ઓછું પાણી પીવું જોઈએ. યુરીનરી માર્ગને તંદુરસ્ત રાખવા માટે રો કાંદાનું સેવન સારું પડે છે.
એપેન્ડિક્સની તંદુરસ્તી લીંબુનું પાણી પિતા રહેવું જોઈએ.
આતો શરીરને સારું રાખવા માટે ના સામાન્ય ઉપાયો છે જે સહેલાઈથી જીવનમાં કરી શકાય છે. અને' પહેલું સુખ તે જાતે નર્યાનું' બિરુદ મેળવી શકાય છે.
***************************************
No comments:
Post a Comment