કોવિદ-૧૯ અને ત્યારબાદ
ઘણા લોકોએ કોવિદ-૧૯ ની બીમારી દરમિયાન નોકરી છોડી દીધી હતી, તો કેટલાકે ઘરેથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. કેટલાક દરરોજના કામ કરવાવાળામાંથી ઘણા એમના કામ પર પાછા ફર્યા જ નથી. ઘણીં જગાએ હાયરિંગના પાટિયાઓ લાગેલા છે. કારણકે કામ કરનારા મળતા નથી. એના બે જ કારણો જ છે. એક કોવિદ દરમિયાન ખર્ચા ઓછા થવાથી બચત વધી હતી . એમાંથી કામદારો હજુ તેમનું જીવન ચલાવી રહયા છે. અને બીજું કારણ કોવિદની બીમારી દરમિયાન લોકોને સરકારોએ ગણી મદદ કરી હતી એટલે પૈસાની હજુ તંગી પડતી નથી.
સ્કિલ નોકરીઓમાં પણ આજકાલ લોકો નોકરી છોડી રહયા છે એની પણ ખબર કાઢવી જરૂરી છે. એ બાબતમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા , કેનેડા , સિંગાપોર અને ભારતમાં મેકિનસે કંપનીએ સર્વે કર્યો એમાં કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે.
૪૧% લોકોએ એમની નોકરીમાં એમને આગળ વધવાની કોઈ તક જોઈ નહીં એટલે નોકરી છોડી દીધી હતી. જયારે ૩૬% એ એમની નોકરીમાં વધારે નાણાકીય ફાયદો ન દેખાતા નોકરી છોડી દીધી હતી. કેટલીક કંપનીઓમાં એમના ઉપરીઓ એમની અપેક્ષા કરતા હતા એથી ૩૪% નોકરિયાતઓ એવી કંપનીઓ છોટી દીધીહતી.
ઘણીવાર નોકરીમાં રસ પેદા ન કરેએવું કામ હોય તો નોકરિયાતો કંટાળીને નોકરી છોડીદે છે. એવા ૩૧% નોકરિયાતો હતા. વધારે પડતા કામની માંગણીઓ અને કામમાં વધારે પડતી અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે એવા સંજોગોમાં ૨૯% નોકરિયાતો નોકરી છોડી હતી.
ઘણી જગાએ નોકરીમાં વાતાવરણ સારું નથી હોતું. એક બીજાને મદદ કરવાની નોકરિયાતોમાં વૃત્તિ નથી હોતી. એવા સંજોગોમાં ૨૬% લોકોએ નોકરી છોડી દીધી હતી. જે કંપનીમાં કામ કરનારાઓના સ્વાસ્થ્ય નું ધ્યાન નથી આપવામાં આવતું અને ઑફિસના વાતાવરણમાં વધારે પડતી કડકાઈ અને વાતાવરણ હળવું નથી એવી કંપનીઓમાંથી લોકો નોકરી કરવા માંગતા નથી. એવા કારણોને લીધે ૨૬% જેટલા લોકોએ નોકરી છોડી હતી.
આથી કંપનીની સફળતા માટે એમના કામદારો નોકરી છોડી ને ન ચાલી જાય એ જોવું જરૂરી છે. એના કારણોનું આલોચના કરવી જરૂરી છે. જે કંપનીમાં કામદારો લાંબો સમય સંતોષકારક રીતે ટકી રહે એમાજ કંપનીઓની સફળતા રહેલી હોય છે.
********************************************
No comments:
Post a Comment