Saturday, September 10, 2022



ભારતનો વોરેન બુફેટ- શેર બજારનો  નાયક 

                                                                  થોડા વખત પહેલા જ રાકેશ ઝુનઝુનવાલાનું  હુદય રોગથી મૃત્યુ થયું ભારતીય શેર માર્કેટના  વોરેન બુફેટ  હતા . તેઓએ ફોર્બના   દુનિયાના બિલ્લીઓનરોના  લિસ્ટમાં પોતાનું નામ લખાવેલું હતું. તેઓ એક સામાન્ય કુટુંબમાંથી આગળ વધી શેર બજારમાં  અબજો પતિ બન્યા હતા. તેઓનું કહેવું હતુંકે ' મારા પિતાએ એકજ  શિખામણ આપી હતી કે ' કોઈની  અદેખાઈ કર્યા વગર પોતાની મહત્વ કક્ષા પ્રમાણે આગળ વધવું .' બીજું અબજોપતિ થવાથી શું ફાયદો જો તું  પૈસા દાનમાં આપતો નહિ હોય . એટલે હું મારી કમાણીના ૨૫%આજે પણ દાનમાં આપુંછું .

                                                                રાકેશ ઝુનઝુનવાળાએ  એના એક  ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું એ દરેકે સમજવા જેવી વાત છે.  પૈસા એ એક જીવનની ઘણી કઠણ વાસ્તવિકતા છે. ઘણા ને એને માટે પ્રેમ હોય છે. કેટલાક એના માટે મરવા તૈયાર હોય છે. કેટલાક એને સારી રીતે વાપરે છે તો કેટલાક એનો વ્યય પણ કરે છે. લોકો એના માટે જીવનભર  લડે છે પરંતુ ઘણા એના માટે ઝૂરે છે . તે છતાં પૈસા મેળવ્યા બાદ મને લાગે છે કે એકલા પૈસા એ જ   જીવનનો કોઈ અંત નથી.  પૈસામાં  ભલે કરોડો  ગુણ હશે પરંતુ એને તમે સાથે લઇ જઈ શકતા નથી . 



                                                              એમને વધુમાં કહ્યું હતું કે ' પૈસાને લીધે આજે  હું મારુતિને બદલે  મર્સીડીસમાં ફરું છું . ૫૦૦૦ સ્ક્વેર ફૂટના ફ્લેટમાં  રહું છું . ઉચ્ચ જાતની ફોર સ્ક્વેર  સિગરેટે પીઉં છું. બ્લુ લેબલ વીસ્કી પી શકું છું. પરંતુ એ બધાને લીધે મેં મારા જીવનનો દ્રષ્ટિકોણ બદલ્યો નથી.  પૈસાને લીધે તમારે  તમારા   મિત્રો , કુટુંબ,  અને જેની વચમાં તમે મોટા થયા હોય  એવા લોકો પ્રત્યેનું વલણ બદલવું  જોઈએ નહિ.

                                                            મહત્વાકાંક્ષા રાખવી એ સારી વસ્તુ છે, પણ ઈર્ષા તમારામાં ક્રોધ અને તકરાર ઉભી કરે છે. પૈસા બધું ખરીદી શકે છે પરંતુ   એ પ્રેમ, પ્રામાણિકતા અને ખુશી ખરીદી શકતું  નથી.

                                                               અંતમાં એ કહે છે કે ' જીવનમાં બધી વસ્તુઓ  મારી પાસે છે પરંતુ મારુ સ્વાથ્ય  સારું નથી. 

                                             એતો ધનવાનોની  કમનસીબી છે.

  

Thursday, September 1, 2022



સ્વચ્છ ઇલેકટ્રીસિટી 

                                                     હવામાનના બદલાવને લઈને દુનિયાના લોકોના હોશ ઉડી ગયા છે. કોઈ જગાએ વાવાઝોડા તો કોઈ જગાએ પૂર  તો કોઈ જગાએ ધરતીકંપે તરખાટ મચાવી દીધા છે.ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાંથી પીગળતા બરફને લીધે દરિયાનું પાણીનું સ્તર ઉપ્પર આવી ગયું છે. આને કારણે ઘણા દેશોમાં કિનારાની અંદર દરિયાના પાણી ઘૂસવા લાગ્યા છે. આથી માનવીઓને પરિસ્થિતિની ગંભીરતા સમજવા લાગ્યા છે. આથી હવામાનને  ગરમ કરતા કાર્બનને ઓછું કરવાના કાર્યમાં વિવિધ દેશો લાગી પડ્યા છે. ઉદ્યાગોમાં કોલસાનો ઉપયોગ ઓછો કરવાની ઝુંબેશ ચાલુ છે. ઇલેક્ટ્રિક પાવરને ઉત્ત્પન કરવાંમાં કોલસાને બદલે  બીજા સાધનો શોધવા માંડ્યા છે. 

                                        એમાં પાણી , હવા અને દરિયાના મોજામાંથી પણ  ઇલેકટ્રીક શક્તિ ઉત્ત્પન કરવામાં લાગી ગયા છે.



                                          એમાં સ્કોટલેન્ડમાં  દરિયાના મોજામાંથી ઇલેકટ્રીક  શક્તિ ઉત્ત્પન કરવામાટે મોટો પ્લાન્ટ ૨૦૨૧  લગાવવામાં આવ્યો છે.  એ ૨૦૦૦જેટલા  મકાનોને ઇલેકટ્રીક શક્તિ પુરી પાડશે . એને ગ્રીન હાયડ્રોજન  ફેસેલિટી કહેવામાં આવે છે.


                                              ડેન્માર્કમાં પવનની શક્તિમાંથી ઇલેકટ્રીક પાવર ઉત્ત્પન કરવામાં આવી રહ્યો છે. એક ડેનિશ કંપની એ હોર્નના દરિયા કિનારે પવનથી ચાલતા ૧૬૫ ટર્બાઇન નાખ્યા છે. જે ૧,૩ મિલિયન ઘરોને ઇલેકટ્રીક પાવર આપશે .

                                        તે ઉપરાંત ગ્રીન  ઇંધણ   સ્ટીમરોને પુરી પાડવાની યોજના એક ડેન્માર્કની કંપની એ બનાવી છે.   ડેન્માર્કની એ  કંપની ઈ -મેથાનોલ ઉત્ત્પન કરવા માટે મોટો પ્લાન્ટ નાખ્યો છે જે ત્યાંની શિપિંગ કંપની માર્સત  ખરીદી લેશે અને એનાથી એમની સ્ટીમરો ચાલશે . એથી   હવામાનમાં કાર્બનનું  તત્વ ઓછું થશે. 


  

                                     તે ઉપરાંત ભારતે પણ કચ્છમાં સૂર્યના કિરણોથી સોલાર પાવર ઉત્ત્પન કરવાનો  મોટામાં મોટો પ્લાન્ટ નાખ્યો છે. એ પણ હવામાનમાં કાર્બનને નાથવાની મોટી યોજના છે. 



                                       આમ  હવામાન બદલાવના મામલે આખી દુનિયા  સચિત બની છે કારણકે એના ભયંકર પરિણામો ભોગવી રહી છે.

                                          ************************************