સ્વચ્છ ઇલેકટ્રીસિટી
હવામાનના બદલાવને લઈને દુનિયાના લોકોના હોશ ઉડી ગયા છે. કોઈ જગાએ વાવાઝોડા તો કોઈ જગાએ પૂર તો કોઈ જગાએ ધરતીકંપે તરખાટ મચાવી દીધા છે.ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાંથી પીગળતા બરફને લીધે દરિયાનું પાણીનું સ્તર ઉપ્પર આવી ગયું છે. આને કારણે ઘણા દેશોમાં કિનારાની અંદર દરિયાના પાણી ઘૂસવા લાગ્યા છે. આથી માનવીઓને પરિસ્થિતિની ગંભીરતા સમજવા લાગ્યા છે. આથી હવામાનને ગરમ કરતા કાર્બનને ઓછું કરવાના કાર્યમાં વિવિધ દેશો લાગી પડ્યા છે. ઉદ્યાગોમાં કોલસાનો ઉપયોગ ઓછો કરવાની ઝુંબેશ ચાલુ છે. ઇલેક્ટ્રિક પાવરને ઉત્ત્પન કરવાંમાં કોલસાને બદલે બીજા સાધનો શોધવા માંડ્યા છે.
એમાં પાણી , હવા અને દરિયાના મોજામાંથી પણ ઇલેકટ્રીક શક્તિ ઉત્ત્પન કરવામાં લાગી ગયા છે.
એમાં સ્કોટલેન્ડમાં દરિયાના મોજામાંથી ઇલેકટ્રીક શક્તિ ઉત્ત્પન કરવામાટે મોટો પ્લાન્ટ ૨૦૨૧ લગાવવામાં આવ્યો છે. એ ૨૦૦૦જેટલા મકાનોને ઇલેકટ્રીક શક્તિ પુરી પાડશે . એને ગ્રીન હાયડ્રોજન ફેસેલિટી કહેવામાં આવે છે.
ડેન્માર્કમાં પવનની શક્તિમાંથી ઇલેકટ્રીક પાવર ઉત્ત્પન કરવામાં આવી રહ્યો છે. એક ડેનિશ કંપની એ હોર્નના દરિયા કિનારે પવનથી ચાલતા ૧૬૫ ટર્બાઇન નાખ્યા છે. જે ૧,૩ મિલિયન ઘરોને ઇલેકટ્રીક પાવર આપશે .
તે ઉપરાંત ગ્રીન ઇંધણ સ્ટીમરોને પુરી પાડવાની યોજના એક ડેન્માર્કની કંપની એ બનાવી છે. ડેન્માર્કની એ કંપની ઈ -મેથાનોલ ઉત્ત્પન કરવા માટે મોટો પ્લાન્ટ નાખ્યો છે જે ત્યાંની શિપિંગ કંપની માર્સત ખરીદી લેશે અને એનાથી એમની સ્ટીમરો ચાલશે . એથી હવામાનમાં કાર્બનનું તત્વ ઓછું થશે.
તે ઉપરાંત ભારતે પણ કચ્છમાં સૂર્યના કિરણોથી સોલાર પાવર ઉત્ત્પન કરવાનો મોટામાં મોટો પ્લાન્ટ નાખ્યો છે. એ પણ હવામાનમાં કાર્બનને નાથવાની મોટી યોજના છે.
આમ હવામાન બદલાવના મામલે આખી દુનિયા સચિત બની છે કારણકે એના ભયંકર પરિણામો ભોગવી રહી છે.
************************************
No comments:
Post a Comment