Saturday, September 10, 2022



ભારતનો વોરેન બુફેટ- શેર બજારનો  નાયક 

                                                                  થોડા વખત પહેલા જ રાકેશ ઝુનઝુનવાલાનું  હુદય રોગથી મૃત્યુ થયું ભારતીય શેર માર્કેટના  વોરેન બુફેટ  હતા . તેઓએ ફોર્બના   દુનિયાના બિલ્લીઓનરોના  લિસ્ટમાં પોતાનું નામ લખાવેલું હતું. તેઓ એક સામાન્ય કુટુંબમાંથી આગળ વધી શેર બજારમાં  અબજો પતિ બન્યા હતા. તેઓનું કહેવું હતુંકે ' મારા પિતાએ એકજ  શિખામણ આપી હતી કે ' કોઈની  અદેખાઈ કર્યા વગર પોતાની મહત્વ કક્ષા પ્રમાણે આગળ વધવું .' બીજું અબજોપતિ થવાથી શું ફાયદો જો તું  પૈસા દાનમાં આપતો નહિ હોય . એટલે હું મારી કમાણીના ૨૫%આજે પણ દાનમાં આપુંછું .

                                                                રાકેશ ઝુનઝુનવાળાએ  એના એક  ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું એ દરેકે સમજવા જેવી વાત છે.  પૈસા એ એક જીવનની ઘણી કઠણ વાસ્તવિકતા છે. ઘણા ને એને માટે પ્રેમ હોય છે. કેટલાક એના માટે મરવા તૈયાર હોય છે. કેટલાક એને સારી રીતે વાપરે છે તો કેટલાક એનો વ્યય પણ કરે છે. લોકો એના માટે જીવનભર  લડે છે પરંતુ ઘણા એના માટે ઝૂરે છે . તે છતાં પૈસા મેળવ્યા બાદ મને લાગે છે કે એકલા પૈસા એ જ   જીવનનો કોઈ અંત નથી.  પૈસામાં  ભલે કરોડો  ગુણ હશે પરંતુ એને તમે સાથે લઇ જઈ શકતા નથી . 



                                                              એમને વધુમાં કહ્યું હતું કે ' પૈસાને લીધે આજે  હું મારુતિને બદલે  મર્સીડીસમાં ફરું છું . ૫૦૦૦ સ્ક્વેર ફૂટના ફ્લેટમાં  રહું છું . ઉચ્ચ જાતની ફોર સ્ક્વેર  સિગરેટે પીઉં છું. બ્લુ લેબલ વીસ્કી પી શકું છું. પરંતુ એ બધાને લીધે મેં મારા જીવનનો દ્રષ્ટિકોણ બદલ્યો નથી.  પૈસાને લીધે તમારે  તમારા   મિત્રો , કુટુંબ,  અને જેની વચમાં તમે મોટા થયા હોય  એવા લોકો પ્રત્યેનું વલણ બદલવું  જોઈએ નહિ.

                                                            મહત્વાકાંક્ષા રાખવી એ સારી વસ્તુ છે, પણ ઈર્ષા તમારામાં ક્રોધ અને તકરાર ઉભી કરે છે. પૈસા બધું ખરીદી શકે છે પરંતુ   એ પ્રેમ, પ્રામાણિકતા અને ખુશી ખરીદી શકતું  નથી.

                                                               અંતમાં એ કહે છે કે ' જીવનમાં બધી વસ્તુઓ  મારી પાસે છે પરંતુ મારુ સ્વાથ્ય  સારું નથી. 

                                             એતો ધનવાનોની  કમનસીબી છે.

  

No comments:

Post a Comment