ભીખ પણ એક ધંધો છે
લોકોમાં ભીખ માંગીને પણ લોકો લાખોપતિ કે પછી કરોડપતિ બની ગયા છે એ જાણીને પણ તમને આશ્ચર્ય થશે. પરંતુ એ સત્ય બની ગયું છે. જેને આપણે દયા અને સમાજમાં ધીક્કારીયે છીએ એવા લોકો આપણા કરતા પણ ઘણા સમૃદ્ધ બનીચુક્યા હોય છે. કઈ કરવાનું નહિ. મંદિરકે જાણીતી જાહેર જગ્યા આગળ પાથરણું પાથરીને બેસી જવાનું અને દયામય સ્વરમાં લોકોની દયા વૃત્તિને ઉશ્કેરીને પૈસા બનાવવાના.
આવા સમૃદ્ધ ભિખારીઓની કહાની પણ રોચક હોય છે. આપણે પરદેશી ભિખારીથી એમની રોચક કહાની શરુ કરીએ .સાઇમોન રાઈટ વર્ષના ૫૦૦૦૦ પાઉન્ડ લંડનની નેટ વેસ્ટ બેંક સામે બેસી ભીખ દ્વારા કમાઈ લેતો હતો. એ ફાટેલા કપડા પહેરીને બેસતો અને પોતાની સ્થિતિ બહુજ ખરાબ છે એવા દેખાવો પણ કરતો. પોલીસ વાળાને પણ એના પ્રત્યે દયા હતી. એની પાસે ૩૦૦૦૦૦પાઉન્ડ અને સારા લત્તામાં એનો એક ફ્લેટ પણ હતો.
એક ભારતીય ભિખારી મુંબઈના રાજેશ જૈન વિષે પણ રસપ્રદ કિસ્સો છે. એ દિવસના આઠથી દસ કલાક ભીખ માંગતો રહેતો અને દિવસના ૨૫૦૦ રૂપિયા કમાઈ લેતો હતો. એની પાસે કૉમર્શિઅલ મિલકત હતી એમાંથી એને મહિનાની રૂપિયા ૧૦૦૦૦ ની આવક હતી . તે ઉપરાંત એની પાસે બે ફ્લેટ્સ હતા એની કિંમત આશરે ૮૦૦૦૦૦૦/- જેટલી હતી. એ મુંબઈમાં આઝાદ મેદાન કે પછી છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન પાસે ભીખ માંગતો હતો.
ઈશા એક ભિખારી હતી અને એનું મૃત્યુ ૧૦૦ વર્ષની ઉંમરે થયું. એની માં અને બહેન પણ ભીખ માંગતા. તેણે ૫૦ વર્ષ સુધી ભીખ માંગી હતી અને એના મૃત્યુ સમયે એની પાસે એક મિલિયન ડોલર જેટલી મિલકત હતી . એણે એના વિલ માં એની બધી મિલકત ગરોબોને વહેંચી આપવાની ભલામણ કરી હતી.
આવા ઘણા દાખલાઓ છે જેમાં ભીખ માંગીને લોકો કરોડપતિ થઇ ગયા છે. એ પણ એક કમાઉ ધંધો બની ચુક્યો છે જે સમાજ માટે ભયની નિશાની છે.
************************************
No comments:
Post a Comment