ચીનની પડતી ,
ચીનની વધતી તાકાત સાથે એની દાદાગીરી પણ વધી ગઈ હતી. ચીન એની આજુબાજુના દેશો સાથે સરહદોની બાબતમાં ઝગડી રહ્યું છે. તાઇવાનનો કબજો લેવા માટે વારેઘડીએ છમકલાઓ કર્યા જ કરે છે. એથી ચીનને ઘણા દેશો સાથે રાજકીય સંબધો તંગ થઇ ગયા છે.
તે ઉપરાંત ટ્રમ્પએ ચીન સાથે વેપાર યુદ્ધ શરુ કરી દીધું હતું. યુરોપીઅન દેશોએ પણ ચીનના માનવહકના ભંગ માટે બહિષ્કાર શરુ કર્યું છે. અને એમના વેપારને ચીનથી વાળવાના મથામણમાં છે. ઇંગ્લેન્ડે ચીનની વસ્તુઓ પર કર વધારી દીધો છે. અને કેટલાક નિયંત્રણો પણ લાદ્યા છે. ભારતે પણ લડાખના સરહદી વિવાદને લીધે ચીન પર નિયંત્રણો લાદેલા છે. એનાથી વધારે દુનિયાના દેશો કોવિદ-૧૯ માટે ચીનને જવાબદાર માને છે. આથી ચીને ઝીરો કોવિદ નીતિ અપનાવી છે એથી એની અર્થ વ્યવસ્થાને પણ નુકશાન થયું છે.
ચીનના આર્થિક આંકડાઓ પણ નીચે જઈ રહયા છે. વર્લ્ડ બેન્કના અહેવાલ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ચીનનો નિકાસનો વૃદ્ધિ દર ૨૩.૫ ટકા જેટલો હતો તે ઘટીને કરોના કાળ પછી ૧૮.૪ ટકા પર નીચો આવી ગયો છે. પહેલા ૧૮ કરોડ લોકોને રોજગારી મળતી હતી એ ક્ષેત્રમાં પણ ૧.૫ બેરોજગાર બન્યા છે. બાંધકામ ક્ષેત્રમાં પણ લોકોનો વિસ્વાસ રહ્યો નથી . એની અસર ચીનના જીડીપી પર થયો છે એથી ચીનનો જીડીપી ૪.૩ ટકા પર નીચો આવી ગયો છે.
વિદેશી કંપનીઓ એમનું રોકાણ ચીનમાંથી ખસેડી રહયા છે અને એનો પણ ફટકો ચીનને પડી રહ્યો છે.ચીની કંપનીઓના નફામાં પણ ઘટાડો આવ્યો છે. અમેરિકામાં ઘણી ચીની કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે એની અવળી અસર ચીનના આર્થિક સ્થિતિ પર પડી છે. ચીનના ૧૦૦ દેશો ચાલતા બીઆરઆઈ પ્રોજેક્ટ ઓ પણ એની અસર થઇ છે. એથી એવું લાગે છેકે ચીનની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
***************************
No comments:
Post a Comment