સોનિયાકી ચીડિયાને રસ્તે ભારત
એક જમાનામાં ભારત' સોનાની ચિડિયાને' નામે પ્રખ્યાત હતું. વિશ્વના વેપારીઓ , લુટેરાઓ અને વિશ્વ વિજેતાઓ પણ ભારતનો એક કે પછી બીજા સવરૂપે લાભ લેવા તૈયાર હતા. તેઓ આવ્યાને સોના, ચાંદી હીરા, મોતિ, અને બધી રીતે ભારતને લૂંટાય એટલું લૂંટી ગયા. એમાંથી પોતે સમૃદ્ધ બન્યા . એમાંના છેલ્લા ભારતને ચૂસનાર અંગ્રેજો હતા. જેમણે ભારતનો વિશ્વના વેપારમાં ૩૦ ટકા થી વધારો જેટલા હિસ્સાને ૩ ટકા થી નીચે મૂકીને નીકળી ગયા.
ભારતના લોકોમાં બુદ્ધિ , ચાતુર્ય, અને જ્ઞાનને તેઓ લૂંટી શક્યા ન હતા આથી સ્વાતંત્રતા બાદ ભારતે ફરીથી પ્રગતિ કરવા માંડી છે. ઉદ્યોગો, વેપાર, એન્ડ વિજ્ઞાનિક સંધોધનમાં પ્રગતિ કરવા માંડી છે. અર્થતંત્ર દુનિયાના વિક્સિત દેશો સાથે આગળ વધીને આજે દુનિયાનું પાંચમું અર્થ તંત્ર બની ચૂક્યું છે અને ભારત પર ૨૦૦ વર્ષ રાજ કરનાર અંગ્રેજ અર્થતંત્ર કરતા પણ ભારતનું અર્થતંત્ર આગળ વધી ગયું છે. થોડાક જ વર્ષમાં એ વિશ્વના ૩જા અર્થતંત્ર પર પહોંચી શકે એવી શક્યતાઓ છે.
તે છતાં ભારતમાં ૩૦% જેટલા લોકો હજુ ગરબીરેખાની નીચે જીવે છે. એનું મુખ્ય કારણ અમુક રાજ્યો હજુ પ્રગતિ કરી શક્યા નથી. જેમાં ઉત્તર પ્રદેશ , બિહાર, રાજસ્થાન , ઝારખંડ , વેસ્ટ બંગાળ , અને પૂર્વના રાજ્યોનો પણ એમાં સમાવેશ થાય છે. એમની વસ્તી ભારતની વસ્તીની ૪૦%ટકા છે. જયારે પશ્ચિમના/ દક્ષિણના ગુજરાત, મહારાષ્ટ્ર , ગોવા , કર્ણાટક, તામિલનાડુ, જેવા રાજ્યો સારી એવી પ્રગતિ કરી છે. એથી ભારતની એ મૉટી સમસ્યા છે. ઉત્તર પ્રદેશની વસ્તી ભારતની ૧૭ % છે પણ ત્યાં નોકરીઓ ફક્ત ૯% જેટલી જ છે. આમ ભારતમાં આવકોમાં મોટો તફાવત ઉભો થયો છે. તે ઉપરાંત પછાત રાજ્યોનો વસ્તી વધોરો પણ પ્રગતિશીલ રાજ્યોથી વધારે છે.
આથી પછાત રાજ્યો પર વધારે ધ્યાન આપી એની વસ્તી કાબુમાં લેવી જોઈએ અને ઉદ્યોગીક પ્રગતિ વધારવી આવશ્યક છે. તોજ ભારત સંપૂર્ણ રીતે સમૃદ્ધિની દિશામાં આગળ વધી જશે. આ બાબતમાં ઉત્તરપ્રદેશ સરકાર સારો એવો પ્રયત્ન કરી રહી છે અને એના પરિણામો સારા આવશે એમ લાગી રહ્યું છે. પરંતુ બીજું પછાત રાજ્ય બિહાર હજુ પણ ગરીબીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યું છે. ટૂંકમાં સર્વ વિકાસથી જ ભારત સોનાની ચીડિયા જલ્દીથી બની શકશે. અથવા તો એક તરફ ગરીબી અને બીજી તરફ સમૃદ્ધિ એ સારી નિશાની નથી. આશ્ચર્યની વાત તો અમરિકામાં પણ ન્યુયોર્ક રાજ્ય અને મિસિસિપી રાજ્યની આવક વિષે પણ વિશાળ તફાવત છે.
અંગ્રેજીમાં કહેવાયું છેકે ' એક બાજુ સમૃદ્ધિ અને બીજી બાજુ ગરીબી હોય તો ગરીબી સમૃદ્ધિ માટે હંમેશા ભયરૂપ બની રહે છે.' એથી સર્વ સમૃદ્ધિ વગરની 'સોનેકી ચીડિયા ' એક ડાઘ જેવી બની રહેશે. એટલા માટે સર્વ જગ્યાએ સુખ અને સમૃદ્ધિ થાય એવા પ્રયાસો કરવા વધારે જરૂરી છે.
**********************************************