આત્મા એટલેકે ઉર્જા
આત્મા માટે દરેક ધર્મમાં જુદી વ્યાખ્યા છે. માનવીના મૃત્યુ બાદ મુસ્લિમ અને ક્રીચ્યન ધર્મમાં દફનાવવામાં આવે છે. જયારે હિંદુઓ શરીરને અગ્નિદાહ દે છે.
ભગવાન કૃષ્ણએ ગીતામાં આત્મા વિષે સ્પષ્ટ વિવેચન કર્યું છે. અર્જુનને પોતાના નિકટના સ્વજનો સામે યુદ્ધ લડવાની મરજી ન હતી . અર્જુને તો એટલે સુધી કહી દીધું હતુંકે મારા સ્વજનોને મારીને મારે રાજપાટ મેળવવું નથી. એના કરતા હું દૂર થઇ જાઉં એ ઉચિત હશે. ત્યારે શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યુકે ' શરીર નાશવંત છે પરંતુ આત્માનો કદી નાશ થતો નથી. તું એને મારશેકે નહિ મારે એમનું શરીર તો એક દિવસ નાશ પામવાનું છે. આથી તું તો ફક્ત એમના શરીરને મારવા માટે નિમિત્ત માત્ર છે.'
આગળ ચાલતા કૃષ્ણ કહેછેકે 'આત્મા તો અમર છે. એને જળ , વાયુ કે પછી અગ્નિ પણ નાશ કરી શકતા નથી. આત્મા તો ફક્ત શરીર છોડીને બીજું શરીર ધારણ કરી લેછે. એથી તારા સ્વજનનોના શરીરોનો નાશ કરવા માટેનો તારો આ વિલાપ વ્યર્થ છે. આથી તું તારી ફરજ બજાવ અને યુદ્ધ કર. 'આમ ભગવાન કૃષ્ણ સ્પષ્ટ કહ્યું છે કે આત્મા 'એક ઉર્જા સમાન છે ફક્ત એ શરીર જ બદલે છે. '
આજના વિજ્ઞાનિકોએ પણ એજ સાબિત કર્યું છેકે 'ઉર્જાનો કોઈ નાશ થતો નથી પણ ફક્ત એનું સ્વરૂપ જ બદલાય છે.' આજ હજારો વર્ષો પહેલા હિન્દૂ ધર્મમાં અને ગીતામા કહેવામાં આવ્યું છે. એથી અગ્નિદાહની પ્રથા આ સિદ્ધાંત પર અપનાવવામાં આવેલી છે. જેમાં શરીરનો મ્ર્ત્યુ બાદ નાશ કરવામાં આવે છે.
આથી મરેલાંનાં 'આત્માને શાંતિ મળે' એ કહેવાની પ્રથા હિંદુઓ માટે વિચિત્રજનક નથી લાગતી ? કારણકે મૃત્યુ પામેલાનો આત્મા તો ત્વરિત બીજા શરીરમાં દાખલ થઇ જાય છે.
****************************************
No comments:
Post a Comment