એપલનું ભવ્ય મુખ્ય કાર્યાલય
અમેરિકન કંપની એપલનું ભવ્ય કાર્યાલય સિલીકોન વેલી, કૅલીફૉનિયામાં આવેલું છે. જે સુખ સાયબી અને સગવડોથી ભરપૂર છે. એપલના મોબાઈલો આખા વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ એના સંશોધનો તો આ કાર્યાલયમાં જ થાય છે. એથી એ કાર્યાલયને બધીજ જાતની સગવડોથી સજ્જ બનાવવામાં આવ્યું છે.
એ કાર્યાલયને બાંધતા ૮વર્ષ લાગ્યા અને પાંચ બિલ્લીઓન ડોલરનો ખર્ચ આવ્યો છે. ૫૭૬ એકરમાં પથરાયેલા એ કાર્યાલયનો ૮૦ % ભાગને લીલોતરીથી વણી લેવામાં આવી છે જેથી આજુબાજુનું વાતાવરણ ૧૨૦૦૦ કામદારો માટે સ્વચ્છ અને આનંદદાયક રહે. એની ડિઝાઇન સ્ટીવ જોબના નિરક્ષણ નીચે કરવામાં આવી હતી. એની ૭૫% ઇલેકટ્રીસિટી સોલાર પેનલ દ્વારા મેળવવામાં આવેછે.
કામદારો માટે એક મોટી રેસ્ટોરન્ટ છે અને મોટો સ્ટીવ જોબ હોલ પણ છે. તે ઉપરાંત એકજુદું વિઝિટર સેંટર પણ છે જે ૧૦૨૦૦ ફિટમાં પથરાયેલું છે. એમાં એપલ સ્ટોર્સ અને ૨૩૦૦ ફિટમાં કાફે આવેલું છે . અંડર ગ્રાઉન્ડ હોલમાં ભવ્ય સ્ટેજ જેમાં કલા પ્રદર્શન અને યોગા જેવી પ્રવૃત્તિઓ પણ થઇ શકે છે. જે જિમ લોનલે સેન્ટર નામથી ઓળખાય છે .
કામ કરતા લોકો માટે આરામ અને ચર્ચા માટે જુદી જગ્યાઓની રચના કરવામાં આવી છે. કસરતો માટે પણ અલગ જગ્યા રાખવામાં આવી છે. ટૂંકમાં કામ કરતા લોકોના સુખ અને સગવડોની અને ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી જેથી તેઓ ઉત્તમ કામ આપી શકે. કામમાં વાતાવરણ સારું હોય અને આનંદમય હોય તો લોકો રસપૂર્વક કામ પણ કરે અને દિન પ્રતિદિન કંપની પણ પ્રગતિ થતી રહે છે.
********************************
No comments:
Post a Comment