ચીનમાં લોકશાહીની મશ્કરી
ચીનમાં આમતો આપખુદશાહી ચાલે છે ,પરંતુ દુનિયાને દેખાડવા માટે ગયે વર્ષે મળેલી કૉમ્યૂનિસ્ટ પાર્ટીના ઉચ્ચ પોલીટ બ્યુરોએ જિનપિંગને જીવનભર માટે રાજ કરવાનો પટ્ટો લખી આપ્યો છે. પોલીટબ્યુરોનાં અધિવેશન દરમિયાન જે નાટક ભજવાયું એ જોઈને દુનિયા પણ દંગ થઇ ગઈ.
જિનપિંગે સરમુખત્યાર થવા માટે પહેલા એના ટીકાકારોને અધિવેશન માંથી દૂર કર્યા. ચીનના પૂર્વ પ્રમુખને બે અધિકારીઓ હોલની બહાર બળજબરીથી લઇ જતા દુનિયાએ વિડિઓ પર જોઈ લીધા . જિનપિંગને તેની કોઈ પડી ન હતી એ તેમની વર્તણુક બતાવતી હતી. તે ઉપરાંત જિનપિંગે એના વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાનને પણ ખસેડી કાઢી એની જગ્યાએ પોતાના વફાદાર માણસો ને ગોઠવી દીધા. ઉચ્ચ સમિતિમાં પણ પોતાના માણસોને જગ્યાઓ આપી દીધી . આજ બતાવે છે કે જિનપિંગને સામે ટીકા કરવા વાળું હવે ચીનમાં કોઈ નથી.
હાઈટેક ઉદ્યોગને કાબુમાં રાખવા એના પર વધુ અંકુશ રાખવાની નીતિ હવે વધુ સખત બનશે . દુનિયાના નાણા રોકનારાઓને એજ ડર હતો તે હવે હકીકતમાં બદલાઈ ગયો છે. ઉદ્યોગો પર વધુ સરકારી અંકુશથી ચીનમાં આવતું પરદેશી નાણું અને ઉદ્યોગોને એની આડ અસર થશે એમાં શંકા નથી. કોવિદ-૧૯ ના લોકડાઉને ચીનમાં વેપાર ઉદ્યોગને નુકશાન તો પહોંચ્યું છે પણ એ સાથે સરકારી અંકુશોને લીધે એમાં 'હોળીમાં ઘી રેડવાજેવી' હાલત થઇ રહી છે. એનાથી ભારત , વિએટનામ , જેવા દેશોમાં ચીનના વેપાર ઉદ્યોગો ચાલી જવા માંડ્યા છે.
ટૂંકમાં હવે ચીનમાં જિનપિંગને સવાલ પૂછનાર કોઈ નથી એ હવે હકીકત બની ગઈ છે. તે ઉપરાંત ચીનમાં કોરોનાના ભયંકર ફૂફાડાએ ચીનની હાલત બદતર બનાવી દીધી છે. જિનપિંગે ચીની પ્રજાના કોરોનોના કાબુમાં રાખવાના નિયમઓના વિરોધ વચ્ચે 'મરેતો મરવા દો' ની નીતિ અપનાવી છે. પરંતુ એની આડ અસર દુનિયા ભરમાં ફેલાશે એની પરવા કરી નથી.
એતો દુનિયાની ઇતિહાસિક હકીકત છે કે 'સરમુક્તશાહીને ' પોતાના સિવાય કોઈની પરવાહ હોતી નથી. જેની ચીને મોટી કિંમત ચુકાવવી પડશે.
**************************************

.jpg)
.jpg)
No comments:
Post a Comment