આર્યુવેદ અને વૃદ્ધાવસ્થા
આર્યુવેદમાં વૃદ્ધોના રોગો વિષે પણ સારું એવું સંધોધન થયું છે. ૫૫વર્ષના વય પછી જયારે માનવીના ગાત્રો ઢીલા થવા માંડે છે ત્યારે તે કેટલાક અસાધ્ય રોગોમાં સપડાય છે. જેના માટે આધુનિક એલોપોથી કોઈ ઉકેલ નથી . પાર્કિન્સન , કે પછી શરીરના વિવિધ અંગોમાં કંપન , અને દર્દ જેવા રોગોથી ઘણા વૃદ્ધો પીડાય છે.
આર્યુવેદ માને છે કે દરેક રોગો પેટ અને આંતરડાઓમાંથી ઉત્તપન થાય છે. તેને આધુનિક યુગમાં વિજ્ઞાનીકોના શોધોએ પણ સાબિત કર્યું છે. ભારતીય આર્યુવેદમાં ઋષિ મુનિઓ પણ સંધોધન કરતા અને કહ્યું છે કે 'શરીર માં ત્રણ જાતના મુખ્ય દોષો ઉદ્ભવ છે . તે કફ , પિત્ત અને વાત નામે ઓળખવામાં આવ્યા છે. એની અસર સવાર , બપોર , રાત્રિએ વધુ ત્રીવ હોય છે. એટલેકે કફ સવારના, પિત્ત બપોરના અને વાત રાત્રીએ વધારે ત્રીવ બને છે. અને ઘણું કરીને વૃદ્ધો એ પ્રમાણે પીડાતા હોય છે. એજ પ્રમાણે એ દોષો ઠંડીમાં , ગરમીમાં અને વરસાદી મૌસમમાં વધારે ફેલાય છે. એટલેકે ઠંડીમાં કફ ગરમીમાં પિત્ત અને વરસાદીમાં વાત વધારે ત્રીવ થાય છે.
અંગોમાં કંપન . દર્દ , અને પાર્કિન્સન જેવા રોગોથી વૃદ્ધો વધુ પીડાય છે. તેમાં વાત દોષના રોગ જેવાકે અંગોમાં દર્દ ,કંપન વગેરે રાતને વખતે વૃદ્ધો માટે વધુ પીડા દાયક હોય છે. અને ઘણીવાર અસહ્ય હોય છે. વાત દોષ શું છે એ સમજવું જરૂરી છે. જયારે પેટમાં પાચનમાં નબળાઈ હોય છે ત્યારે તે તેની અસર મગજ સુધી પહોંચી જાય છે. અને વિકૃતિ ત્યાંથી શરુ થાય છે. અને એ શરીરના નબળા અંગો પર પ્રભુત્વ જમાવી વૃદ્ધોની જિંદગીમાં દર્દ અને કંપન જેવી બીમારીઓથી ભરી દે છે અને જીવન દુઃખમય બનાવી દે છે. જેને માટે આર્યુવેદમાં ઉપાયો બતાવેલા છે જયારે એલોપથીમાં એના સંપૂર્ણ ઉકેલ બતાવવામાં આવ્યો નથી. પૈન કિલર જેવી દવાઓ આ રોગોમાં થોડા સમય માટે રાહત આપે છે પરંતુ એ એનો અંતિમ ઉકેલ નથી. એથી વૃદ્ધો એમાં સબળે છે.
વાત દોષની વિકૃત્તિનું કારણ ઘણી વાર માનવીનો માનસિક મમત , માનસિક ચિંતા અને માનસિક દબાણ હોય છે. કારણકે ઘણી વાર વૃદ્ધોના મગજ બરાબર ચાલતા હોય છે પરંતુ અંગો નબળા પડી ગયા હોય છે. એથી એમને માનસિક વ્યથા વધુ હોય છે.
એવી બધી વ્યથાઓ પર કાબુ રાખવામાં આવે તો કદાચ વાત દોષનું દર્દ ઓછું થઇ શકે છે નહીતો પછી એના નિવારણ માટે દવાઓને શરણે થવું પડે છે.
*******************************