આધ્યામિકતાનું જીવનમાં મૂલ્ય
અધ્યામિકતાને અભાવે આજે જગત પીડાય રહ્યું છે. બધા દુઃખો , રોગો, અને માનસિક પીડાઓનું મૂળમાં અધ્યામિકતાની ઉણપ છે. આજે માણસના જીવન પર ભૌતિકતાએ કબજો જમાવી દીધો છે .અને માનવીને આંતરિક આનંદમાંથી દૂર કરી દીધો છે.
ઘણા અધ્યામિકતાને ધર્મ સાથે જોડે છે પરંતુ ધર્મને એની પોતાની મર્યાદા હોય છે. જયારે અધ્યામિકતાને કોઈ મર્યાદા નથી . માનવી ગમેતે ધર્મ પાડતો હોય પણ આધ્યામિક બની શકે છે.
અધ્યામિકતાને સમજવા માટે જીવન સંગ્રામના વિવિધ સમસ્યાનું વિવરણ કરવું જરૂરી છે. દાખલા તરીકે જીવનમાં ઘણી વસ્તુઓ એવી છેકે જેને તમે તમારી મરજી મુજબ બદલી શકો છો પણ જેને બદલવું અશક્ય છે તેને અપનાવી લેવાની તૈયારી હોવી જોઈએ. જો અશક્યને અપનાવવાની તૈયારી નહિ હોય તો પછી સંગર્ષ અને લડત માટે તૈયાર રહેવું પડે જે અંતેતો જીવનમાં સંતાપ અને દુઃખ જ લાવે છે. એટલા માટે કહેવાય છે કે જો માણસ અશક્યને અપનાવી લેતો આધ્યામિકતા બધા દૂષણોથી માનવીને મુક્ત રાખે છે.
અશક્ય સંજોગોમાંથી નીકળીને જે બહાર આવે છે એજ માનવી સુખ અને શાંતિ અનુભવી શકે છે. પરંતુ જીવનમાં એવા પણ સંજોગો હોય છે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે . એવા સંજોગોમાં જ આધ્યામિકતા જીવનમાં બહુજ મદદ રૂપ બને છે. ઘણીવાર ધર્મની મદદ લેવાય છે. પરંતુ ધર્મને શ્રદ્ધાની મર્યાદા હોય છે જયારે આધ્યામિકતા ને કોઈ પણ અપનાવી શકે છે.
ઘણા લોકો હોશિયાર અને સંપૂર્ણ રીતે શ્રમ કરતા હોય છે તો પણ એમને સફળતા મળતી નથી ત્યારે તે નિરાશ અને દુઃખી થઇ જાય છે અને માનસિક રોગોથી પીડાવા માંડે છે. એવા લોકોને ફક્ત અધ્યામિકતાજ બચાવી શકે છે. એટલા માટે જ આધ્યામિક રીતે કહેવામાં આવ્યું છે કે ' ઈશ્વર ને ગમે એમાં આંનદ માણો અને તમને ગમે એમાંથી ઉપ્પર આવો એજ સુખી અને તંદુરસ્ત જીવનની ચાવી છે.
********************************
No comments:
Post a Comment