Sunday, April 2, 2023

 


ખેદનો અનુભવ 

                                      માનવી જીવનના અંતે ઘણી બાબતો વિષે ખેદ થતો હોય છે.  એમાં ઘણી બાબતોનો વિચાર કરીને જીવનમાં અટકાવી શકાય છે અને જીવનના અંત વખતનો સંતાપ ઓછો કરી શકાય છે. 

                               લોકો શું કહેશે વિચારીને ઘણા  લોકો જીવન જીવતા હોય છે. પરંતુ સુખી જીવન માટે આપણને શું ગમે છે. શામાં રસ  ધરાવીએ છે એ અગત્યનું છે. લોકોના અભિપ્રાયો  આપણા જીવનમાં  સુખ ભરી દેશે  એ માનવું ગલત છે. ઘણી વાર કેટલાક લોકો બીજાના સુખમાં ઈર્ષા કરતા હોય છે. અને બીજાના દુઃખમાં પડ્યા પર  પાટુ મારતા હોય છે. એટલે લોકોની પરવાહ કરતા પોતાની રીતે જીવવું જોઈએ.

                              ઘણીવાર કામના બોજામાં લોકો પોતાના માણસો કે અંગત લોકોથી દૂર રહેતા હોય છે. એવા લોકો પોતાના સ્નેહીઓના  પ્રેમ અને લાગણીઓથી વંચિત રહેતા હોય છે અને પછી પાછલી જિંદગીમાં  પસ્તાતા હોય છે. આથી દરેક વસ્તુ માટે ટાઈમ હોય છે . જેમકે  જીવનમાં પ્રેમ , લાગણીઓ અને  હૂંફ  મેળવવા  માટે પણ વખત આપવો જોઈએકે જેથી એની ઉણપ પાછલી જિંદગીમાં ન અનુભવવી પડે.



                               બીજું જે  આપણા વિચારો અને મંતવ્ય હોય તે ખુલ્લા દિલે મિત્રો , સગા સબંધીઓને જણાવવા જોઈએ. એને  માટે નિર્ભય થઇ જવું જરૂરી છે. જીવનના પાછળના ભાગમાં નિર્ભયતાથી ન બોલવા માટે પસ્તાવો ન થવો જોઈએ.

                               જીવનમાં મિત્રો હંમેશા સાથે હોતા નથી. કામકાજને લીધે તેઓ દૂર પણ થાય છે. પણ એવા સંજોગોમાં પણ એમનો સંપર્ક જાળવી રાખવો જોઈએ. મીત્રોજ જીવનમાં કોઈ પણ વ્યક્તિ માટે પાયારૂપ હોય છે . અને મિત્રો જ સારા અને ખરાબ દિવસોમાં ટેકારૂપ બની રહે છે. છેલ્લા દિવસોમાં મિત્રો જ દીવાદાંડી રૂપ બની રહે છે.



                              છેલ્લે જીવનમાં જે મલ્લ્યુ હોય એમાં સંતોષ અને આનંદ માણવાનો અભિગમ અપનાવવામાં જ ખરું સુખ સમાયું હોય છે. બીજાના સુખ અને આનંદમાં સુખ માનવું એ પણ એક સકારત્મક વલણ છે. બીજાને સુખ ને આપણું સુખ માનવાથી જીવન આનંદમય બની રહે છે.

                             ટૂંકમાં બીજાના સુખમાં જ   આપણું સુખ સમાયેલું છે.

                                         *****************

No comments:

Post a Comment