Friday, March 24, 2023

 


કુદરતનો ખોફ 

                                                    આજકાલ અનિયમિત હવામાનમાં કુદરતના  ક્રોધના   દર્શન છે.  વધારે પડતો વરસાદ કે પછી ઠંડી કે પછી ગરમીમાં કુદરતનો ખોફ  નજરે પડે છે. દરિયામાં સુનામી કે પછી નદીઓમાં પૂર પણ કુદરતી આક્રોશની નિશાની છે.

                                  ઉત્તર ધ્રુવમાં મોટી બરફ શિલાઓ છૂટી પડીને દરિયામાં તરવા માંડી છે જે દરિયાના સ્તરને ઉપ્પર લાવશે અને દુનિયામાં દરિયાકિનારે વસેલા શહેરોમાં તબાહી લાવશે એમાં શંકા નથી.

                                   તે ઉપરાંત ધરતી કંપ પણ તબાહી લાવી રહ્યા છે. તુર્કી , સીરિયા, અફગાનિસ્તાન, અને નેપાળ સુધી ધરતી કંપે તબાહી  મચાવી દીધી છે. હજારો માણસોના જાન અને અબજોની મિલકત  નાશ પામી છે. ધરતી કંપે  ઉત્તર ભારતની ધરતીને  પણ ધ્રુજાવી નાખી છે. એમાં દિલ્હી પણ બાકાત નથી.

                                 કમોસમી વરસાદે ઘણા ઉભા પાકોનો નાશ કર્યો છે અને ખેડૂતોનો ભયંકર નુકસાન કરી રહ્યો  છે. વરસાદના પાણી પુરથી તબાહી લાવી રહ્યા છે. આ બધું અકુદરતી  રીતે થઇ રહ્યું છે.

                                  વધારે પડતી ગરમી અને ઠંડીએ કોવિદ-૧૯ જેવા અનેક વાઇરસને  ફેલાવી લાખો લોકોના જીવ લઇ લીધા છે. આ વાઇરસોએ માનવ જીવનને બદલી નાખ્યું છે.

                                    મોટા જ્વાળામુખીઓ ફાટ્યા છેઅને આજુબાજુના લોકોમાં ભય અને તબાહી સર્જી રહયા છે. ઇન્ડોનેશિયા , આફ્રિકા , જાપાન  અને દક્ષિણ અમેરિકામાં જ્વાળામુખીઓ આગ ઓકી રહયા છે.  જાણે કુદરતના રોસનું પ્રતિબિંબ પાડી રહયા છે.

                                     સાઇકોલોન , ટોરનેડો  જેવા વાવાઝોડા  સામાન્ય થઇ ગયા છે. અને અમેરિકા જેવા રાજ્યને રંજાડે છે. સુનામી હવે સામાન્ય ઘટના બની ચુકી છે. 

                                      માનવીઓએ  કુદરત સાથે ચેડાં કરીને પૃથ્વીને કાર્બનથી ભરી દીધી છે. પૃથ્વીમાંથી અસુમાર ખનીજ ખોદીને એને લોહી લુહાણ કરી નાખી છે . જંગલો કાપી કાપી ને પૃથ્વીને વેરાન કરી નાખી છે.  ઝેરી પાણી નદીઓ અને દરિયામાં નાખી એને પ્રદુષિત કરી નાખ્યા છે.

                         એટલે હવે કુદરત મનુષ્યોને  આકરી સજા કરી એનો ખોફ બતાવી રહી છે.

                                       *****************************************

 

No comments:

Post a Comment