ભારતના કંગાળ પડોસીઓ
ભારતની બાજુમાં આપણું પાડોસી પાકિસ્તાનની બધી જ રીતે વિકટ પરિસ્થિતિ થઇ છે. ફૂગાવો આસમાને પહોંચી ગયો છે. નાણાકીય રીતે પણ પાકિસ્તાન દેવાળિયું થવાની એની પર છે. લોકો બે વખતના ભોજન માટે પણ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે. ગરીબ લોકો પીસાઈ રહયા છે ત્યારે સરકાર અને નેતાઓ એક બીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. આવા સંજોગોમાં પણ પાકિસ્તાની સરકારી લશ્કરી બજેટ ૯.૫ અબજ ડોલર રાખ્યું છે. આજ બતાવેછેકે પાકિસ્તાની સરકાર અસલામતીની લાગણીઓથી પીડાઈ રહી છે.
પાકિસ્તાનનું વિદેશી દેવું ૧૨૧ અબજ ડોલર છે જે ભરવાને તે અસમર્થ છે. આઈ એમ એફ પાસે અને દુનિયાના કેટલાએ દેશો અને મુસ્લિમ દેશો પાસે પણ પાકિસ્તાન લોન માંગી રહ્યું છે પણ કોઈ પૈસા આપવા તૈયાર નથી કારણ કે પાકિસ્તાને લોન પરત કરવાની વિસ્વાસનીયતા ગુમાવી દીધી છે.
તે ઉપરાંત પાકિસ્તાને ઉભા કરેલા આંતકવાદીઓ એને જ નુકસાન પહોચાડી રહ્યા છે. દરરોજ આંતકવાદીઓ હુમલો કરી સેંકડો નિર્દોષ પાકિસ્તાનીઓને મારી રહ્યા છે. અફઘાનિસ્તાનમાંથી પણ આંતકવાદીઓ હુમલા કરી રહ્યા છે જેમને અફઘાનિસ્તાનમાં સત્તા અપાવવામાં પાકિસ્તાની લશ્કરે જ મદદ કરી હતી. એ પણ પાકિસ્તાનની કમનસીબી છે. એક કહેવત છેને કે 'જેવું વાવો એવું લણો '.
બીજા ભારતીય પાડોસી અફઘાનિસ્તાનની પણ નાણાકીયરીતે હાલત ઘણી બુરી છે. બહુમતી દેશોએ તાલિબાની અફઘાનિસ્તાનને માન્યતા પણ આપી નથી. કોઈ પણ દેશ શરત વગર લોન આપવા કે મદદ કરવા તૈયાર નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સ્ત્રીઓની હાલત બહુ ખરાબ કરવામાં આવી છે. સ્ત્રીઓ માટે શાળા . કોલેજ , નોકરી માટેના દરવાજાઓ બંધ કરવાંમાં આવ્યા છે. સ્ત્રીઓ માટે બુરખા પહેરવા ફરજીયાત છે અને સ્ત્રીઓ પુરુષના સાથ વગર નીકળવાની મનાઈ છે. આવા સંજોગોમાં કોઈ પણ દેશ મદદ કરવા તૈયાર ન હોય એ સ્વભાવિક છે. આથી અંતે પ્રજા ગરીબાઈમાં સબળી રહી છે.
આમ બંને આપણા પાડોસી દેશો ગરીબાઈમાં છે. પરંતુ ભારત જેવા પ્રગતિશીલ દેશ માટે એ ખતરાની ઘંટી છે. એટલે ભારતે વધુ સતર્ક રહેવાની જરૂર છે.
*********************************
No comments:
Post a Comment