સત્ય નાડેલાના વિચારો અને લાગણીઓ
સત્ય નાડેલા અમેરિકાની પ્રસિદ્ધ કંપની માઈક્રોસોફટના વડા છે. એમના અનુભવો લાગણીઓ અને વિચારો એટલા જ મહત્વના છે.
એમણે એમની દાદી સાથે વાત કરી ત્યારે તેમણેકહ્યું હતું કે 'સફળતાતો એને જ કહેવાય કે જયારે ભૂતકાળનું તમારું જીવન અને યાદોને યાદ કરતા તમે આનંદથી પુલકિત થાવ.'
એકવાર નાડેલાના પાલતું કુતરાનો અકસ્માત થયો અને મરી રહ્યો હતો ત્યારે એ નાડેલાની આંખમાંથી વહેતા આંશુઓને લૂછી રહ્યો હતો. પ્રાણીઓ પણ માનવીની જેમ લાગણીશીલ હોય છે એમાંથી માનવતા શીખવાની જરૂરિયાત છે.
ઘણીવાર કામના બોજને લીધે તેમની માં સાથે તેઓ અને એમના ભાઈબહેનો મળી શકતા ન હતા . નાડેલાના માં જયારે એની મરણપથારીએ હતા ત્યારે બધા ભાઈ બહેનો ભેગા થયા હતા ત્યારે માએ લાગણીશીલ થઇ કહ્યું હતું કે ' અત્યારે તમને બધાને સાથે જોઈને મને તમારા પ્રેમનો જે અનુભવ થઇ રહ્યો છે. એ જોઈને લાગે છે કે આવી રીતે વારંવાર મળતા રહેવું જોઈતું હતું. ' એમાં નાડેલાને માને વારંવાર ન મળી શકવાનો ખેદ દેખાય છે.
નાડેલાએ પોતાના પિતાના મૃત્યુબાદ એમના કપાળ પર ચુંબન કર્યું હતું તે વખતે એમને યાદ આવ્યું હતું કે આવું ચુંબન મેં બાલ અવસ્થામાં જ તેમને કર્યું હતું . માનવી જીવનમાં ગમે એટલી ઊંચ્ચી કક્ષાએ પહોંચે પણ લાગણીઓમાં કઈ ફર્ક પડતો નથી.
આગળ ચાલતા તેઓ કહેછેકે માનવીએ બીજાની સાથે વસ્તુઓ અને સુખ વહેંચતા શીખવું જોઈએ. જે મળે તેને જીવનમાં આનંદથી માણતા શીખવું જોઈએ.
**************************************
No comments:
Post a Comment