ભારતીય વિદ્યાર્થીઓનું પરદેશ ગમન
ભારતીય સરકાર લાખો વિદ્યાર્થીઓ પાછળ કરોડો રૂપિયા વાપરે છે . પરંતુ તેનો ઉપયોગ પરદેશોને જ મળે છે. એ એક કોયડો છે. અત્યારે લાખો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, રશિયા , ચીન અને યુક્રેઇન જેવા દેશોમાં ભણે છે જયારે ભારતમાં ઉચ્ચ શિક્ષિત વિદ્યાલયો છે. એ એક કમનસીબી છે.
પરંતુ એના કારણો જાણવાની પણ જરૂરત છે. ભારતના વહીવટીઓ કુશળ નથી અને લાંચિયા હોય છે તેમની સાથે કામ લેવું મુશ્કેલ હોય છે. તે ઉપરાંત ભારત માં સારી નોકરીની તકો ઓછી હોય છે . પરદેશમાં જીવન પણ સરળ હોય છે .
ભારતીય યુનિવરસિટીઓમા શિક્ષણનું સ્તર પણ બહુ ઉંચ્ચ હોતું નથી. તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર , અને વાહનવ્યહવારમાં પણ મુશ્કેલી છે. જે પરદેશ જેટલા સરળ નથી .
એટલા બધા વિદ્યાર્થીઓ પરદેશ ગમન કરતા હોવા છતાં અને દેશનું મૂલ્યવાન પરદેશી નાણું વપરાતું હોવા છતાં સરકારે જરૂરી પગલાં લીધા નથી. વારે ઘડીએ દેશમાં પડતી હડતાલો અને બંધોએ પણ શિક્ષણને નુકસાન પહોચાડ્યું છે.
આવા કારણોને લીધે હોશિયાર વિદ્યાર્થીઓનો પ્રવાહ પરદેશ તરફ વધી ગયો છે. એને અટકાવવા જરૂરી પગલાંઓ આવશ્યક છે.
***********************************
No comments:
Post a Comment